અમદાવાદ : સરદાર પટેલ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા માટે પહોંચે તેવી શક્યતા છે. સાબરમતી રિવરફ્રન્ટથી લઇને પંચમઠી સુધી સી પ્લેન સેવા દોડાવવાની પણ યોજના છે. અમદાવાદથી ૨૦૦ કિલોમીટરના અંતરે કેવડિયા વિસ્તારમાં આ પ્રતિમા સ્થાપિત કરાઈ છે. ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાના સાધુ આઈલેન્ડમાં Âસ્થત આ પ્રતિમા રાખવામાં આવી છે. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે પણ આને ગણવામાં આવે છે. કેવડિયા પહોંચવા માટે સાધુ આઈલેન્ડ સુધી પહોંચવું પડશે. કેવડિયાથી સાધુ આઇલેન્ડ સુધી ૩.૫ કિમીનો રાજમાર્ગ બનાવવામાં આવ્યો છે ત્યારબાદ મેઇન રોડથી સ્ટેચ્યુ સુધી ૩૨૦ મીટરની લંબાઈમાં બ્રિજલિંક બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે ટેન્ટસિટીનું નિર્માણમાં કરવામાં આવ્યું છે.
જેમાં એકમાં ૫૦ અને બીજામાં ૨૦૦ ટેન્ટ છે. જ્યાં યાત્રીઓ માટે તમામ સુવિધા છે. આ ઉપરાંત સ્ટેચ્યુથી ત્રણ કીમીના અંતરે બાવન રુમવાળી ત્રણ સ્ટાર હોટલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકોના દર્શન માટે દરરોજ સવારે નવ વાગે ખુલશે અને સાંજે વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. બે કેટેગરી આમા બનાવવામાં આવી છે. ત્રણ વર્ષથી નીચેના બાળકો માટે કોઇ ટિકિટ રાખવામાં આવી નથી. ડેકવ્યૂહની ટિકિટ માટે ૩૫૦ રૂપિયા ચુકવવા પડશે.
આમા એન્ટ્રીની સાથે સાથે વેલી ઓફ ફ્લાવર, સરદાર પટેલ મેમોરિયલ, મ્યુઝિયમ, ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ અને સરદાર સરોવર બંધ ફરી શકાય છે. એન્ટ્રી ટિકિટ ૩થી ૧૫ વર્ષના બાળકો માટે ૬૦ રૂપિયા છે. મોટા માસણો માટે ૧૨૦ રૂપિયા છે. ડેકવ્યુ ટિકિટ લીધી છે તો બસ માટે અલગ ટિકિટ લેવી પડશે નહીં. ક્રેડિટ કાર્ડ પર ટિકિટ બુકિંગ પર કુલ રકમ પર એક ટકા જીએસટી લાગૂ થશે.