સ્ટાર્ટ-અપની રેંકિંગ માટે રાજ્યો તથા સંઘ પ્રદેશ માટે ત્રણ સ્ટાંર્ડડની રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય રીતે સ્ટાર્ટ અપ ઇંડિયા કિટ સ્ટાર્ટ અપ વિશે તમામ જાણકારી એક જ સ્થળે પ્રદાન કરવામાં આવે છે. જેમાં મહત્વપૂર્ણ સૂચનાઓ, વેબસાઇટ લિંક દ્વારા સલાહ કે સહાયતા, આંકડાઓ, સહાય, ટેમ્પલેટ, આયોજન, અને સ્પર્ધાનો સમાવેશ થાય છે.
સ્ટાર્ટ-અપ રેંકિગ કરવા માટે કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી દ્વારા રાજ્યો તથા સંઘ પ્રદેશ માટે ત્રણ સ્ટાંર્ડડની રજૂઆત કરવામાં આવી છે. આ સ્ટાંર્ડડમાં રાજ્ય તથા સંઘ પ્રદેશ માટે સ્ટાર્ટ અપ રેંકિંગ ફ્રેમવર્ક, ભારતમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓનો સંગ્રહ તથા સ્ટાર્ટ અપ ઇંડિયા કિટનો સમાવેશ થાય છે.
ભારતમાં લગભગ ૨૦,૦૦૦ સ્ટાર્ટ અપ છે અ લગભગ ૧,૪૦૦ નવા સ્ટાર્ટ અપ દર વર્ષે શરૂ થાય છે. તે ન માત્ર આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે છે, પરંતુ દરેક રાજ્યમાં ટેકનીક ઇનોવેશન તથા રોજગાર સર્જનને પણ પ્રોત્સાહિત કરે છે. ઉદ્યોગ સાહસિકો રોજ નવા ઉકેલ પ્રદાન કરાવી રહ્યાં છે અથવા વર્તમાન ઉકેલોમાં સુધારો લાવી રહ્યાં છે.
સ્ટાર્ટ અપની મદદ કરવા તથા તેમને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારે નીતિ બનાવવા તથા માળખું તૈયાર કરવામાં આગળ આવી છે. ૮ રાજ્યો તથા સંઘ પ્રદેશોને સ્ટાર્ટ અપ અને તેમના વેપાર કરવા માટે અનુકૂળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રેંકિંગ ફ્રેમવર્ક શ્રેષ્ઠ પ્રક્રિયાઓના સતત પ્રસાર દ્વારા સતત શીખવાનું સંભવ બનાવશે.
આ રેંકિંગ ફ્રેમવર્કને સ્ટાર્ટ અપ તંત્રના હિતધારકો પાસેથી મળેલી માહિતીના આધાર પર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સ્ટાર્ટ અપ્સ, માર્ગદર્શક, રોકાણકારો, મદદ કરનારા અને શરૂઆતી મદદ કરનારા તથા સરકારી એંજસીયોનો સમાવેશ થાય છે. જે ક્ષેત્રોમાં વધુ પ્રાથમિકતા આપવી જોઇએ જેમ કે સીડ ફંડિંગ સપોર્ટ, મહિલા ઉદ્યોગસાહસિક જેવા ક્ષેત્રોને તેમાં વધુ અંક આપવામાં આવ્યા છે.
આ સ્ટાંર્ડડ માર્ચ ૨૦૧૮થી પહેલા દ્વારા ઉઠાવાયેલા તમામ પગલા અને તેમના દ્વારા કરવામાં આવેલી તમામ પહેલોથી મળેલી માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમાં એક સ્ટાર્ટ અપ એકમો અથવા હેલ્પલાઇન અને સવાલોનો ઉત્તર આપવા માટે મોબાઇવ કે વેબ પોર્ટલ અથવા રાજ્ય દ્વારા તૈયાર સ્ટાર્ટ-અપ મેંટર નેટવર્ક અ સ્ટાર્ટ અપ માટે ઇન્ક્યૂબેશન કેન્દ્રોની સંખ્યાનો સમાવેશ થાય છે. સ્ટાર્ટ અપ ઇંડિયા હબ પોર્ટલ આ રેંકિંગ ફ્રેમવર્કને પ્રસિદ્ધ કરવા માટે મંચ પ્રદાન કરાવશે.