વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં MSMEને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત વાઈબ્રન્ટ છે અને વાઈબ્રન્ટ જ રહેશે. MSMEને લઈને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો અને વિકાસની વાત કરતાં આ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે MSME સેક્ટરમાં સરકારની પોલિસીથી ઉદ્યોગોનો લાભ મળે છે.આ કાર્યક્રમમાં ગૃહરાજ્યપ્રધાને પણ વાઈબ્રન્ટ સમિટથી તમામ ઉદ્યોગો માટે કોઈને કોઈને પ્લેટફોર્મ ઉભુ થાય છે.તેવો દાવો પણ વ્યક્ત કર્યો છે.

File 02 Page 03 1


છેલ્લા ૫ વર્ષમાં ૬૩ ટકા રોકાણો વધ્યા છે.અને રોજગારોમાં પણ ૬૩ ટકાનો વધારો થયો છે.હેન્ડીક્રાફ્ટ જેવા નાના ઉદ્યોગોને ઈ-કોમર્સમાં લઈ જવામાં આવ્યા છે. જેનાથી નાના પરિવારોને વેચાણ વધ્યું છે. MSME સેક્ટરમાં વધુ રોકાણ કેવી રીતે વધુ લાભ કરાવી શકાય છે.તે માટે સરકાર વિચારી રહી છે. તેમણે કહ્યું કે આજે દેશમાં ૫ દિવસ વર્કનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.ત્યારે ગુજરાત અને ગુજરાતીઓએ તહેવાર અને શનિ-રવિ જાેયા વિના સતત કાર્ય કર્યું છે. એટલે જ ગુજરાત દેશમાં અવ્વલ બન્યું છે.

Share This Article