અમદાવાદ : હોમિયોપેથિક ક્લિનિક્સની દુનિયામાં સૌથી વિશાળ ચેઈન ડો. બત્રાઝ® હેલ્થકેર દ્વારા આજે અમદાવાદમાં ભારતની પ્રથમ અને દુનિયામાં સૌથી આધુનિક એક્સોસોમ- આધારિત લક્ષ્યનો વાળ ઉપચાર – એક્સોજન રજૂ કર્યો, જે સ્ત્રી અને પુરુષોમાં પણ વારસાગત વાળ કરવાની સમસ્યાને નાથવા માટે તૈયાર કરાયો છે. નવો ઉપચાર શહેરમાં આયોજિત પત્રકાર પરિષદમાં રજૂ કરાયો હતો અને તેનું લક્ષ્ય શક્તિશાળી રચનાનો ઉપયોગ કરીને વારસાગત વાળ ખરવાની સમસ્યાને નાથવાનું છે અને ફક્ત ત્રણ મહિનામાં પરિણામો દર્શાવવા માટે તે ચિકિત્સકીય રીતે સિદ્ધ છે. આ અત્યાધુનિક ઈનોવેટિવ ઉપચાર રિજનરેટિવ એસ્થેટિક્સની ભાવિ પેઢી આલેખિત કરે છે અને વાળ પુનઃસ્થાપિત કરવા અને સેલ્યુલર રિજનરેશનના ક્ષેત્રમાં અત્યાધુનિક સમાધાન રજૂ કરે છે. તે અંગેની ચર્ચા કરવા દરમિયાનઆ સમયે મેનેજિંગ ડાયરેક્ટર અને ટ્રાયકોલોજિસ્ટ ડો. અક્ષય બત્રા સાથે ડો. બત્રાઝ® ગ્રુપ ઓફ કંપનીઝ ખાતે સિનિયર મેન્ટર ડો. હરિન દાણી હાજર હતા.
એક્સોજનની એક્સોસોમ થેરપી વાળ ખરવા સામે નૈસર્ગિક અને અત્યાધુનિક અભિગમ પ્રદાન કરીને વાળ પુનઃસ્થાપિત કરવાના વિજ્ઞાન અને સુરક્ષાને નવી ઊંચાઈએ લઈ જાય છે. એક્સોસોમ્સ વિવિધ સેલ્યુલર પ્રક્રિયાઓનું નિયમન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવીને આ ઉપચારનો પાયો તરીકે કામ કરે છે. આ પ્રક્રિયા વૃદ્ધિના પરિબળ સમૃદ્ધ એક્સોસોમ્સ જારી કરવા સાથે શરૂ થાય છે, જે સ્કાલ્પની લક્ષ્યની જગ્યામાં પહોંચે છે, જ્યાં તે હાનિગ્રસ્ત વાળના કોષોને શોધી કાઢે છે અને તેને સમારે છે. વાળના ફોલિકલ્સમાં શોષાઈ જવા પર એક્સોસોમ્સ વાળના ફોલિકલ સ્ટેમ સેલ્સને સક્રિય કરે છે અને સેલ્યુલર રિજનરેશનને પ્રમોટ કરે છે.
આ અવસરે બોલતાં ડો. બત્રાઝ® હેલ્થકેરના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અને ધ ટ્રાયકોલોજિકલ સોસાયટી ઓફ લંડન (યુકે)ના પ્રથમ ભારતીય પ્રમુખ ડો. અક્ષય બત્રાએ જણાવ્યું હતું કે, “વાળ ખરવાની સમસ્યા સ્ત્રીઓ અને પુરુષોમાં પણ ભારતમાં ગંભીર સમસ્યા બની ચૂકી છે, જેનાથી સામાજિક આભડછેટ, આત્મવિશ્વાસ ગુમાવવો, ગમગીની પ્રેરિત થાય છે. અમુક અધ્યયનોમાં સંકેત અપાયો છે કે પેટર્ન બાલ્ડનેસ 21 વર્ષમાં ઉદભવવા લાગ્યું છે, જ્યારે અન્ય અધ્યયન સંકેત આપે છે કે 50 ટકા પુરુષો અને 22 ટકા સ્ત્રીઓ અનુક્રમે પેટર્ન બાલ્ડનેસથી પીડાય છે, જે ચિંતાજનક છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે અમને એક્સોજન રજૂ કરવાની ખુશી છે, જે પથદર્શક ઉપચાર વાળ પુનઃસ્થાપિત કરવાનું ભવિષ્ય આલેખિત કરે છે. એક્સોસોમ થેરપી અત્યાધુનિક ઈનોવેશન છે, જે અમારા દર્દીઓને વારસાગત વાળ ખરવા સામે સુરક્ષિત, નૈસર્ગિક, ઉચ્ચ અસરકારક સમાધાન પ્રદાન કરીને રિજનરેટિવ વિજ્ઞાનની શક્તિનો લાભ લે છે છે. ડો. બત્રાઝ®માં અમે પરિપૂર્ણ સંભાળ સાથે શ્રેષ્ઠતમ વિજ્ઞાનને જોડવા માટે કટિબદ્ધ છીએ અને એક્સોજન તે વિઝનનો દાખલો છે.”
એક્સોજનમાં એક્સોસોમ આધારિત રચના રોગપ્રતિરોધતાનો પ્રતિસાદ નિયમન કરવા, દાહક સોજો ઓછો કરવા અને વાળની ઉત્તમ વૃદ્ધિ માટે સુચારુ વાતાવરણ નિર્માણ કરવા માટે તૈયાર કરાઈ છે. ઉફપરાંત એક્સોસોમ્સ નવી રક્તવાહિનીઓની રચના ઉત્પ્રેરિત કરવામાં મદદ કરે છે, જે પ્રક્રિયાને એન્જિયોજેનેસિસ તરીકે ઓળખવામાં આવે છે, જે વાળના ફોલિકલ્સને રક્તપ્રવાહ અને પોષકોનો પુરવઠો બહેતર બનાવીને વાળની વૃદ્ધિને વધુ ટેકો આપે છે.
ડો. બત્રાઝ® હેલ્થકેર નૈસર્ગિક ઉપચારો સાથ વિજ્ઞાનને જોડવા માટે કટિબદ્ધતા હોઈ આ નવીનતમ પ્રગતિ સાથે ઉદ્યોગમાં આગેવાની કરવાનું ચાલુ રાખ્યું છે. એક્સોજન લાંબે ગાળે વાળના સ્વાસ્થ્યને પ્રમોટ કરવા સાથે વારસાગત વાળ ખરવા સમે નાવીન્યપૂર્ણ અને સુરક્ષિત સમાધાન પ્રદાન કરવા બ્રાન્ડનો ધ્યેય દર્શાવે છે.