રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત આપી શકે : કોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી: એસસી-એસટીને પ્રમોશનમાં અનામતને લઇને સુપ્રીમ કોર્ટે આજે તેનો મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સીધી રીતે પ્રમોશનમાં અનામતને ન ફગાવતા કાયદાકીય નિષ્ણાંતોમાં ચર્ચા જાવા મળી રહી છે. આ જટિલ અને સંવેદનશીલ મામલાને રાજ્યો પર છોડી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે રાજ્ય સરકારો પ્રમોશનમાં અનામત આપી શકે છે. કોર્ટે સાથે એમ પણ કહ્યુ હતુ કે અનામતમાં પ્રમોશન આપવા માટે સરકારોને એસસી અને એસટીના પછાતપણના આધાર પર ડેટા એકત્રિત કરવાની કોઇ જરૂર નથી. કોર્ટે નાગરાજ મામલામાં ૨૦૦૬માં આપવામાં આવેલા પોતાના ચુકાદા પર ફેરવિચારણા કરવાનો ઇન્કાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટ દ્વારા નાગરાજ મામલામાં આપવામાં આવેલા ચુકાદાને સાત જજની બંધારણીય બેંચને મોકલવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ ચુકાદો યોગ્ય છે અને તેના પર ફેરવિચારણા કરવાની કોઇ જરૂર દેખાતી નથી. પ્રમોશનમાં અનામત લાગુ કરવા આડે સૌથી મોટી અડચણો પછાતપણના અભ્યાસ કરવાની બાબત બની રહી હતી. જા અભ્યાસ કરવાની જરૂર નથી તો સરકારો સરળતાથી આ કામ કરી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા તર્કદાર દલીલો કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપીને આ મામલો રાજ્ય સરકારો પર છોડી દીધો છે.  આજે જ લાંબા સમય સુધી ચર્ચાના વિષય તરીકે રહેલા આધાર કાર્ડની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટે ઐતહાસિક ચુકાદો આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આધારની બંધારણીય કાયદેસરતાને જાળવી રાખી હતી. જા કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ લાગી કરી દીધી  છે. નિર્ણય બાદ સરકારને રાહત થઇ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર કોર્ટની મંજુરી વગર અન્ય  એજન્સીને શેયર કરી શકશે નહીં. પાંચ સભ્યોવાળી બંધારણીય બેંચે એકમત થઇને ચુકાદો આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે, પ્રમોશનમાં અનામત લાગૂ કરવામાં સૌથી મોટી અડચણ પછાતપણાને લઇને આવે છે. કેટલીક એવી અરજીઓ કરવામાં આવી હતી જેમાં સાત સભ્યોની બેંચ દ્વારા ૨૦૦૬માં આપવામાં આવેલા ચુકાદા પર ફેર સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી જેમાં એસસી અને એસટી કર્મચારીઓને નોકરીમાં પ્રમોશનમાં અનામતના લાભ આપવા માટે શરતો લાગૂ કરાઈ હતી.

Share This Article