અમદાવાદ : યુવા ઉદ્યોગસાહસિક વિમલ સોની દ્વારા વર્ષ 2003માં ઈમિટેશન જ્વેલરી સાથે પારદર્શિતા, ધીરજ અને નૈતિકતાના મૂલ્યો સાથે શરૂ કરવામાં આવી હતી તે સપનું હવે અદભૂત સંગ્રહો સાથે એક મોડર્ન જ્વેલરી શોરૂમમાં પરિવર્તિત થઈ છે. કસ્ટમાઇઝેશનના અનોખા મૂલ્યો અને જ્વેલરી તેને પહેરનાર વ્યક્તિની આભાનું પ્રતિનિધિત્વ કરી એમને પ્રતિબિંબિત કરે તેવા વિઝન સાથે વિમલ સોની અને હેમેન્દ્રભાઈ એસ સોની એ તાજેતરમાં SG હાઈવે સ્થિત કારગીલ પેટ્રોલ પંપ વિસ્તાર સમીપ RH જ્વેલ્સના નવું 3600 ચો. ફીટ શોરૂમનું અનાવરણ કર્યા. તેની શરૂઆતથી જ RH જ્વેલ્સ પોતાના ગ્રાહકો માટે કસ્ટમાઇઝેશન દ્વારા સપનાના દાગીનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રતિબદ્ધ છે.
એમના છેલ્લા 21 વર્ષની સાફલ્ય ગાથા વિશે જણાવતા વિમલ સોનીએ શેર કર્યું, “વર્ષ ૨૦૦૩માં અમે ઘરેથી ઈમિટેશન જ્વેલરીની શરૂઆત કરી અને વર્ષ 2010માં અમારી પહેલી ભાડે લીધેલી 250 ચો.ફૂટની દુકાનમાંથી અમે અમારા સ્થાનિક અને NRI ગ્રાહક આધારને ખૂબ જ ઝડપથી વધાર્યો. જ્યારે હેમેન્દ્રભાઈ વર્ષ 2013માં અમારી સાથે જોડાયા ત્યારે અમને એક વાસ્તવિક બૂસ્ટ મળ્યો. ત્યારથી અમે ક્યારેય પાછું વળીને જોયું નથી, વર્ષ 2015માં અમે 600 ચો. ft. શોરૂમ અને પછી વર્ષ 2019 થી ફેશન જ્વેલરીનો વેપાર પણ શરૂ કર્યો. વર્ષ 2020 માં, કોવીડના રોગચાળો હોવા છતાં અમે રેકોર્ડ બ્રેકિંગ વેચાણ હાંસલ કરીને અનેક લોકોના ઘર અને જીવનમાં સ્મિત લાવ્યા. પછી વર્ષ 2021 માં રક્ષિતા પણ અમારી સાથે જોડાઈ અને હવે અમે એક નવું સપનું ને લઇ આગણ વધીયે છીએ”
“હું સૌને અમારા નવા 3600 ચો.ફૂટ ચમકદાર શોરૂમ જે પારદર્શિતા, વિશ્વાસ અને કાલાતીત સૌંદર્યને મૂર્ત સ્વરૂપ આપતી અમારા ગુણવત્તા અને કારીગરી પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા સાથે ઉત્કૃષ્ટ જ્વેલરીના મિશનને રેખાંકિત કરે છે, એમાં સ્વાગત કરું છું. અમદાવાદમાં સૌથી વધુ વિશ્વાસુ અને પ્રિય જ્વેલર બનવાના વિઝન સાથે અમે અમારી હાજરીને વિસ્તારવા ઈચ્છીએ છીએ. અમારા આદરણીય મુલાકાતીઓ અને ગ્રાહકો માટે આ શોરૂમમાં અમે GRAACE (સ્વારોવસ્કી CZ, રોઝ ગોલ્ડ, ઇટાલિયન તુર્કી, પર્લ કલેક્શન), રાજ ઘરાના કલેક્શન અને TIARA (નેચરલ ડાયમંડ, ફ્યુઝન, કોકટેલ અને સોલિટેર જ્વેલરી રેન્જ) ની જ્વેલરી રેન્જ રજૂ કરતાં ખુબ જ ખુશ છીએ,” વિમલ સોનીએ વધુમાં ઉમેર્યું. નૈતિક મૂલ્યો અને વ્યક્તિગત સેવાઓના સારી રીતે વ્યાખ્યાયિત એક કોડ સાથે, RH જ્વેલ્સ નવીન અને સ્ટાઇલિશ ડિઝાઇન લાવવાનું વચન આપે છે જે એમના માનવંતા ગ્રાહકોને ટ્રેન્ડી અને ઉપડેટેડ રાખશે.