Business Ideas : ભારત તહેવારોનો દેશ છે. અહીં દર મહિને કોઈને કોઈ તહેવાર હોય છે. પરંતુ, માર્કેટમાં સૌથી વધુ રોનક દશેરા અને દિવાળી દરમિયાન હોય છે. ત્યારે હવે તહેવારના સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. આ સમયે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર સેલ શરૂ થઈ જાય છે. ઓફલાઇન દુકાનો પણ ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ફેસ્ટિવ સિઝનમાં લોકો પૂજાના સામાનો, હોમ ડેકોર, વાસણ, કપડાં અને તમામ પ્રકારની ઇલેક્ટ્રોનિક સામાન ખરીદે છે. એટલા માટે આ તહેવારની સિઝન કમાણીની સૌથી સારી તક બની શકે છે.
ગણેશ ચતુર્થીની સાથે ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઈ ગઈ છે. હવે નવરાત્રી, દશેરા, ધનતેરસ, દિવાળી, ભાઈબીજ અને છઠ્ઠ પૂજા જેવા મોટા તહેવારો આવનાર છે. આ આર્ટિકલમાં અમે એવા 5 બિઝનેસ આઇડિયા વિશે જણાવીશું, જે તમે તહેવારોની સિઝનમાં શરૂ કરી શકો છો. સાથે જ આગામી 3 મહિનામાં લાકો રૂપિયાની કમાણી કરી શકો છે.
1. હોમ ડેકોર
તહેવારોના સીઝનમાં હોમ ડેકોરેશનની વસ્તુઓ બનાવવાનો વ્યવસાય સારો નફો આપી શકે છે. તમે ઘરમાં જ દીવા, લાઇટિંગ, તોરણ, ગિફ્ટ પેકિંગ જેવા બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે લગભગ ₹25,000 થી ₹50,000 સુધીનો ખર્ચ આવે છે. પરંતુ, દિવાળી સુધીમાં તમારી કમાણી ₹2 થી ₹3 લાખ સુધી થઈ શકે છે. તમે તમારો માલ ઑફલાઇન અને ઑનલાઇન બન્ને માધ્યમથી વેચી શકો છો.
2. પૂજા સામગ્રી
તહેવારોની સીઝનમાં પૂજા સામગ્રી વેચીને પણ નફો કમાઈ શકાય છે. મોટાભાગના ઘરોમાં અગરબત્તી, ધૂપ, કપૂર, રોળી, ચંદન જેવી વસ્તુઓની જરૂર પડે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે ₹20,000 થી ₹50,000 સુધીનું રોકાણ પૂરતું છે. આ બિઝનેસથી તમે રોજના આશરે ₹2,000 થી ₹3,000 સુધીની કમાણી સરળતાથી કરી શકો છો.
3. ગિફ્ટિંગ
ફેસ્ટિવલ સીઝનમાં ગિફ્ટ આઇટમ્સ અથવા ગિફ્ટિંગનો વ્યવસાય ખૂબ જ ટ્રેન્ડમાં રહે છે. દિવાળીએ ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓ અને ક્લાયંટ્સને ગિફ્ટ આપે છે. લોકો પણ મિત્રો, સગાં-સંબંધીઓ અને પડોશીઓને ભેટ આપે છે. એવી સ્થિતિમાં જો વસ્તુઓને સુંદર રીતે પેક કરવામાં આવે તો તેનો ખાસ ઈમ્પ્રેશન પડે છે. આ બિઝનેસ તમે ₹50,000 માં શરૂ કરી શકો છો અને તેમાં તમને દરરોજ ₹5,000 સુધીની આવક થઈ શકે છે.
4. મીઠાઈ
તહેવારો દરમ્યાન મીઠાઈનો વ્યવસાય ખૂબ ચાલે છે. પરંતુ, મોટાભાગના લોકો જાણીતી દુકાનમાંથી જ મીઠાઈ ખરીદવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમારી માંગ ઊભી કરવા માટે તમને ખાસ મીઠાઈ પસંદ કરવી પડશે. તમે ચોકલેટ ગિફ્ટ બોક્સ, ડ્રાયફ્રૂટ પેક અને ખાસ મીઠાઈ વેચીને સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસ ₹15,000 થી ₹30,000 સુધીના રોકાણથી શરૂ કરી શકાય છે. તેમાં નફો વેચાણ પર આધારિત રહેશે.
5. જ્વેલરી
તહેવારોના સીઝનમાં એથનિક કપડાં અને જ્વેલરીની ઘણી ડિમાન્ડ રહે છે. આવી સ્થિતિમાં ટ્રેન્ડી જ્વેલરી, ફેન્સી ચુડીઓ અને મેકઅપની વસ્તુઓ વેચીને તમે પૈસા કમાઈ શકો છો. આ વસ્તુઓ તમે લોકલ માર્કેટમાંથી હોલસેલમાં ખરીદી શકો છો અને થોડા વધારે ભાવે વેચી શકો છો. આ કામ તમે ₹20,000 થી ₹30,000 માં શરૂ કરી શકો છો. તમારી કમાણી પ્રોડક્ટના વેચાણ પર આધારિત રહેશે.