સ્ટાર શર્મિન સહગલ કાર્તિક આર્યનથી ખુબ પ્રભાવિત છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ:  હાલના દિવસોમાં તો કાર્તિક આર્યન વધારે લાઇમલાઇટમાં દેખાય છે. આના માટે તેની ફિલ્મો નહીં બલ્કે તેની પર્સનલ લાઇફ જવાબદાર છે. કાર્તિક આર્યન હાલમાં કોઇની સાથે રિલેશનશીપમાં નથી. જા કે તેના પર બોલિવુડની કેટલીક ઉભરતી સ્ટાર ફિદા છે. જેમાં સારા અલી  અને અનન્યા પાડે સામેલ છે. હવે કાર્તિકને પસંદ કરનારમાં શર્મિન સહગલ પણ સામેલ થઇ ગઇ છે. સારા અને અનન્યા દ્વારા ક્રશ દર્શાવવામાં આવ્યા બાદ હવે સહગલ પણ પ્રભાવિત હોવાના હેવાલ મળ્યા છે.

મલાલ ફિલ્મ મારફતે તે હાલમાં જ ડેબ્યુ કરી ગઇ હતી. તેનુ કહેવુ છે કે તેને આર્યન પસંદ છે. તે કાર્તિકની સાથે કોફી ડેટ પર જવા માટે ઇચ્છુક છે. કાર્તિકને સારી રીતે સમજવાની  તેની ઇચ્છા રહેલી છે. કાર્તિક આર્યન હાલમાં બે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં પતિ પત્નિ ઔર વો અને લવ આજ કલનો સમાવેશ  થાય છે. એક ફિલ્મમાં તે અનન્યા સાથે અને અન્ય ફિલ્મમાં સારા સાથે નજરે પડનાર છે.  શાર્મિને કહ્યુ છે કે ફિલ્મો માટે ગ્લેમર દેખાવવા માટેની બાબત ખરાબ નથી પરંતુ જેન્ડરના આધાર પર માપદંડ નક્કી કરવાની બાબત પણ ખોટી નથી.

તેનુ કહેવુ છે કે યુવક યુવતિ વચ્ચે અંતર કરવાની બાબત સારી નથી. અમારાથી હમેંશા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમને વિનમ્ર રહેવાની જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે માત્ર જેન્ડરના આધાર પર યોગ્ય અને અયોગ્ય ઠેરવી દેવાની બાબત યોગ્ય નથી. હાલમાં ઓન સ્ક્રીન ન્યુડ સીન કરવાનો ઇન્કાર કરીને શાર્મિને એક નવી ચર્ચા જગાવી દીધી છે. સહગલે એમ પણ કહ્યુ છે કે તે એક અભિનેત્રી તરીકે હજુ ઘણુ બધુ કામ કરવા માટે ઇચ્છુક છે. તે પોતાને કોઇ એક રોલ સુધી મર્યાદિત કરી દેવા માટે તૈયાર નથી.

Share This Article