સ્ટાર અભિનેત્રી સોનાક્ષી હવે આઇટમ સોંગ કરવા તૈયાર છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: ટોટલ ધમાલ નામની ફિલ્મમાં હવે સોનાક્ષી સિંહા આઇટમ સોંગ પણ કરનાર છે. આ ફિલ્મમાં અનિલ કપુર, માધુરી દિક્ષિત, અજય દેવગન અને રિતેશ દેશમુખ મુખ્ય રોલ કરી રહ્યા છે. ફિલ્મના પ્રથમ લુકને જારી કરવામાં આવ્યા બાદથી જ ભારે ચર્ચા જાવા મળી રહી છે. હવે એવા સમાચાર આવ્યા છે કે ફિલ્મમાં આઇટમ સોંગમાં સોનાક્ષી સિંહા પણ કામ કરી રહી છે. સોનાક્ષી સિંહા હેપ્પી ભાગ જાયેગીમાં પણ કામ કરી રહી છે. તે ટોટલ ધમાલ નામની કોમેડી ફિલ્મમાં સોંગ કરવા માટે તૈયાર થઇ ગઇ છે.

સોનાક્ષીના હાલના લુકને જાતા આઇટમ સોંગમાં તેને જોવાની બાબત રસપ્રદ રહેનાર છે. ટોટલ ધમાલના નવા ટ્રેકના સંબંધમાં માહિતી મળી શકી નથી. જો કે એવા સમાચાર મળી રહ્યા છે કે સોનાક્ષી આગામી મહિના સુધી આ સોંગનુ શુટિંગ કરનાર છે. ફિલ્મ ઇન્દ્ર કુમારના નિર્દેશનમાં બની રહી છે.

આ ફિલ્મ ધમાલ ફ્રેન્ચાઇસની ત્રીજી ફિલ્મ છે. સોનાક્ષીએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ ૨૦૧૨માં કરી હતી. દબંગ ફિલ્મ સાથે પોતાના કેરિયરની શરૂઆત કર્યા બાદ તે તે દબંગ-૨ ફિલ્મમાં પણ નજરે પડી હતી. તેનુ કહેવુ છે કે સલમાન ખાન સાથે કામ કર્યા બાદ કેટલીક નવી બાબતો તે શીખી ચુકી છે. સોનાક્ષી બોલિવુડમાં લોકપ્રિય સ્ટાર તરીકે પોતાને સાબિત કરી ચુકી છે. તેની પાસે હવે જે ફિલ્મો રહેલી છે તેમાં દબંગના નવા ભાગનો સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે હેપ્પી ભાગ જાયેગીમાં કામ કર્યા બાદ તે ખુશ છે. અગાઉના ભાગના તમામ કલાકારોને નવી ફિલ્મમાં પણ રાખવામાં આવ્યા છે. જેથી આ બાબત પણ જોઇને તે રોમાંચિત  છે. પ્રથમ ભાગને લોકોએ પસંદ કર્યા બાદ નવી આશા જાગી છે.

Share This Article