ચેન્નાઈ: ડીએમકેના નેતા સ્ટાલિને આજે પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ મોદી સરકારને ચેતવણી પણ આપી હતી. પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પોતાના પ્રથમ ભાષણમાં સ્ટાલિને કેન્દ્ર સરકાર ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા.
સ્ટાલિને કેન્દ્રની મોદી સરકાર ઉપર સંસ્થાઓને બરબાદ કરવાનો આક્ષેપ કર્યો હતો સાથે સાથે પોતાના પાર્ટી કાર્યકરોને મોદી સરકારને બોધપાઠ ભણાવવા અપીલ પણ કરી હતી. સ્ટાલિને કહ્યું હતું કે, આજની રાજનીતિ ખુબ જ પડકારરુપ બની ગઈ છે. શિક્ષણ, કલા, સંસ્કૃતિ, સાહિત્ય, ધર્મ ઉપર સાંપ્રદાયિક તાકાતો દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ન્યાયપાલિકા અને રાજ્ય પાલનની વરણીને અસ્થિર કરવાના પ્રયાસ કરી રહી છે. આનાથી અમારા દેશને બિનસાંપ્રદાયિક માળખાને નુકસાન પહોંચ્યું છે. સાથે મળીને મોદી સરકારને બોધપાઠ ભણાવવા અપીલ કરવામાં આવી હતી. સ્ટા
લિને પોતાના ડીએમકે પ્રમુખ તરીકે પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે, વર્તમાન તેમના સમર્થન અને પાર્ટી કાર્યકરો આક્રમક દેખાઈ રહ્યા છે. પાર્ટી પ્રમુખ પદ માટે ૨૬મી ઓગસ્ટના દિવસે ઉમેદવારી દાખલ કરનાર સ્ટાલિન એકમાત્ર ઉમેદવાર તરીકે હતા. કલૈનારમાં થયેલી બેઠકમાં જે રીતે સ્ટાલિનના નામની જાહેરાત કરવામાં આવી તે તરત જ ખુશીથી લોકો ઝુમી ઉઠ્યા હતા. સ્ટા
લિનના ડીએમકે પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, અન્યોએ શુભેચ્છા પાઠવી હતી. ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, એમકે સ્ટાલિનને તેઓ ડીએમકે પ્રમુખ બનવાને લઇને શુભેચ્છા પાઠવે છે. તેમના રાજકીય સફરમાં નવા અધ્યક્ષની શરૂઆત થવાને લઇને સફળતા માટે પ્રાર્થના કરે છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ સ્ટાલિનને શુભેચ્છા પાઠવી હતી. સ્ટાલિન પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ પણ શુભેચ્છા પાઠવી હતી.