ઉના પાસેના નાના સમઢીયાળા ગામમાં ૧૮ વર્ષ બાદ એસટી બસ શરુ થઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્યમાં મોટા શહેરોમાંતો સામાન્ય રીતે બસ સેવા મળી રહે છે. પરંતુ ગુજરાતના અનેક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો છે. જ્યાં સરકારી બસ સેવાનો લાભ મળતો નથી. જેના કારણે ગ્રામ્યજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો આવી જ પરિસ્થિતિ ગીર સોમનાથના ઉના પાસેના નાના સમઢીયાળા ગામની પરિસ્થિતિ છે. ગીર સોમનાથના ઉના પાસેના નાના સમઢીયાળા ગામમાં ૧૮ વર્ષ બાદ એસટી બસ શરુ થઈ છે. ગ્રામજનોએ એસટી બસ ડ્રાઈવર કંડકટરના તિલક કરીને વધામણા કર્યા છે. ગ્રામજનો પાછલા ૧૮ વર્ષથી એસટી બસની માંગ કરતા હતા. બસના સ્વાગતમાં ઉના ધારાસભ્ય કે.સી.રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં ૧૮ વર્ષ બાદ એસટી બસ સેવા શરુ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Share This Article