૨૬ વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફટ થયા
સુરત : આજથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે ૧૩૫ ઓફિસોમાં વિધિવત રીતે વેપારના શ્રીગણેશ થશયા છે. ૧૩૫ હીરા વેપારી પૈકી ૨૬ વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફ્ટ થયા છે. ૨૦મી નવેમ્બરના રોજ SBI દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૭મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે ૯૮૩ ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં ૨૦ દિવસથી રોજ ૨૦થી ૨૫ ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે. ડાયમંડ નગરી સુરતમાં વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ નિર્માણ પામ્યા બાદ ધીમે ધીમે કાર્યરત થઈ રહ્યું છે. આજથી અનેક ઓફિસમાં વેપાર ધંધાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. મુંબઈના અનેક વેપારીઓ સુરત શિફ્ટ થઈ તેમના વેપાર ધંધા હવે ડાયમંડ બુર્સમાંથી શરૂ કર્યા છે. જાેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૭ ડિસેમ્બરે ડાયમંડ બુર્સને વિધિવત ખુલ્લું મૂકશે. કિરણ જેમ્સના ડાયરેક્ટર દિનેશ લાકાણીએ જણાવ્યું કે, ડાયમંડ સિટી સુરતને વધુ એક નવી ઓળખ આપનાર સુરત ડાયમંડ બુર્સ હવે ધીમે ધીમે કાર્યરત થઈ રહ્યું છે. સુરતમાં ડાયમંડ બુર્સની આજથી શરૂઆત થઈ છે. ડાયમંડ બુર્સમાં એકીસાથે ૧૩૫ જેટલી ઓફિસમાં આજથી કામકાજ શરૂ થશે. ૧૩૫ માંથી ૨૫ વેપારીઓ મુંબઈ માંથી પોતાની ઓફિસ કાયમી બંધ કરી ડાયમંડ બુર્સમાં શિફ્ટ કરી કામકાજ શરૂ કર્યું છે. દશેરાના દિવસે ૯૮૩ જેટલી ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જે બાદ છેલ્લા ૨૦ દિવસથી રોજ ૨૫ જેટલી ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે તો અનેક ઓફિસમાં ફર્નિચર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેપારીઓ આશા સેવી રહ્યા છે કે આગામી છ મહિનામાં ડાયમંડ બુર્સના તમામ ઓફિસો કાર્યરત થઇ જશે. આજે ડાયમંડ બુર્સના ડાયમન્ડની સૌથી મોટી કિરણ જેમ્સની ઓફિસને વિધિવત શરૂ કરવામાં આવી હતી. સુરતમાં વસતા સૌથી વધુ લોકો હીરાના વેપાર સાથે જાેડાયેલા છે. લાખો લોકો હીરાના કામ કરી રોજગારી મેળવી રહ્યા છે. બીજી તરફ મોટા ભાગના હીરાના વેપારીઓની ઓફિસ મુંબઈ આવેલી છે. જાેકે સુરતમાં હવે ડાયમંડ બુર્સ બનતા મુંબઈના વેપારીઓ પણ હવે સુરત આવી રહ્યા છે. મુંબઇમાં કાર્યરત મોટાભાગની ઓફિસો સુરત ડાયમંડ બુર્સ માં શિફ્ટ થઈ રહી છે અને વેપારીઓ કાયમી માટે પોતાની ઓફિસ મુંબઈ બંધ કરી સુરત શિફ્ટ થઈ રહ્યા છે. મુંબઇમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા આજે સિક્યુરિટી નાં અભાવે લોકો સુરત વધુ પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ મુંબઈમાં હીરાના વેપારીઓ મોટાભાગે ગુજરાતી છે જેથી તેવો હવે સુરતને જ પોતાનું હેડ ક્વાર્ટર બનાવી વેપારી ધંધો કરવા ઈચ્છી રહ્યા છે. સુરતમાં નિર્માણ પામેલું ડાયમંડ બુર્સનું આગામી ૧૭ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. ૫ ડિસેમ્બર ૨૦૧૭ ના દિવસે ડાયમંડ બુર્સ નું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. ૧૫ માળના નવ બિલ્ડિંગમાં કામકાજ પૂર્ણ થતા ૧૮૦૦ દિવસનો સમય લાગ્યો. ડાયમંડ બુર્સમાં નાની મોટી ૪૨૦૦ ઓફિસો આવેલી છે. હવે સામાન્ય દિવસોમાં મુંબઈમાં હીરાનો વેપાર થતો હતો તે રીતે હવે સુરતમાં થવા લાગશે. ડાયમંડ બુર્સમાં બેન્ક સહિત દરેક પ્રકારની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more