શ્રીદેવીનું 54 વર્ષની વયે દુબઇમાં નિધન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શ્રીદેવી, રૂપેરી પડદા નો એક જગમગાતો સિતારો હવે આપણે વચ્ચે નથી રહ્યો. આ આઘાતજનક ઘટના દુબઇ સમય પ્રમાણે 11:30 અને ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે બની હતી. તેઓનું નિધન કાર્ડિએક એરેસ્ટ ના કારણે થયું હોવાનું જાણવા મળે છે.

1978 થી “સોલવા સાવન” ફીલ્મ થી તેઓ એ ફિલ્મજગતમાં ડેબ્યુ કર્યો હતો અને જીતેન્દ્ર સાથે કરેલી હિમ્મતવાલા તેમની પ્રથમ સુપર હિટ મુવી હતી. આ ઉપરાંત દક્ષિણ ની અનેક ફિલ્મો માં તેમને કામ કર્યું હતું. 1990 માં તેમની પ્રસિદ્ધિ ટોચ પર હતી. તે ઉપરાંત લમ્હે, સદમા, મિસ્ટર ઇન્ડિયા, ચાંદની, ખુદા ગવાહ જેવી અનેક યાદગાર ફિલ્મોને તેઓએ પોતાના અભિનય દ્વારા સફળ અને યાદગાર બનાવી હતી.

સૂત્રો થી મળતી માહિતી મુજબ શ્રીદેવી તેમના પરિવાર સાથે એક લગ્ન પ્રસંગ માં ભાગ લેવા માટે દુબઇ ગયા હતા જ્યાં તેઓની સાથે પતિ બોની કપૂર, અને નાની પુત્રી ખુશી હતા. તેમની મોટી પુત્રી જાહન્વી પોતાની આવનારી મુવી માં વ્યસ્ત હોવાથી સાથે જઈ શકી નહોતી.

TAGGED:
Share This Article