શ્રીલંકા : ઘણા બધા દેશોમાં કોરોનાના લીધે પ્રવાસન ઉદ્યોગને ભારે અસર પહોચી છે. કોરોના ના વધતા જતા કેસોના લીધે પ્રવાસન ઉદ્યોગ નવા નવા પગલા લઇ રહ્યા છે , આ આર્થિક સંકટનો સામનો કરી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકાએ પર્યટનને ઝડપી કરવા એક પગલું ભર્યું છે. શ્રીલંકા સરકારે કોરોના રોગચાળાને કારણે વર્ષ ૨૦૨૦માં જ આ સુવિધા બંધ કરી દીધી હતી. શ્રીલંકાની સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાને ટાપુ દેશમાં પર્યટન ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે લેવામાં આવેલા સૌથી મહત્વપૂર્ણ પગલા તરીકે જાેવામાં આવી રહ્યું છે. આ ‘વિઝા ઓન અરાઈવલની સુવિધા ફરી શરુ કરવાની જાહેરાત કરી છે. જાે કે આ શ્રીલંકા સરકારે પાકિસ્તાન અને નેપાળ જેવા દેશોને ઝટકો આપ્યો છે. પાકિસ્તાન અને નેપાળ સહિત ૧૦ દેશોના પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં. શ્રીલંકાની સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં એન્ટ્રી પોર્ટ પર આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન જારી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા ફેબ્રુઆરી ૨૦૨૨ થી શરૂ કરવામાં આવી છે. શ્રીલંકાની આવકનો મોટો હિસ્સો પ્રવાસનમાંથી આવે છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે પ્રવાસન ઉદ્યોગને ઘણી અસર થઈ છે.
ગ્રેટર નોઈડામાં ગર્લ્સ હોસ્ટેલના લાગી આગ, જીવ બચાવવા છોકરીઓ બીજા માળેથી કૂદવા લાગી
ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં...
Read more