શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદિમલ, કોચ ચંદિકા હથુરેસિંઘે અને મેનેજર અસાંકા ગુરુસિંઘાને આઠ સસ્પેન્શન પોઇન્ટ આપીને સલ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કારણોસર ત્રણેય જણાને આવનારી પ્રથમ ચાર એક દિવસીય મેચ અને સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચમાંથી બાકાત રહેવાનો સમય આવ્યો છે.
સ્વતંત્ર ન્યાયિક આયુક્ત માઇકલ બેલોફે ત્રણેય જણા પર આઠ સસ્પેંશન પોઇન્ટ લગાવ્યા છે. આ ત્રણેયને આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને ૧૯ જુને આઈસીસી આચાર સંહિતાની ધારા ૨.૩.૧નું ઉલ્લંધનના દોષી ઠેરવ્યા છે, જે ખેલ ભાવનાની વિપરિત આચરણ સાથે સંબંધિત છે.
આઈસીસીના નિવેદનમાં જણાવાયું કે આઠ સસ્પેંશન પોઇન્ટનો અર્થ બે ટેસ્ટ, ચાર વનડે અથવા આઠ વનડે અને ટી20નું સસ્પેંશન છે. આ ત્રણેય પર છ ડિમેરિટ પોઇન્ટ પણ લગાવવામાં આવ્યા છે.
વેસ્ટ ઇંડિઝ સામે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદીમાલ પર બોલ સાથે છેડછાડનો આરોપ લાગ્યો હતો. જ્યારે એમ્પાયરે તેના પર આરોપ લગાવ્યો તો પૂરી શ્રીલંકા ટીમ ત્રીજા દિવસે મેચ રમવા માટે મેદાન પર ઉતરવા માટે રાજી ન થઇ.