મોટા સંગઠની સંડોવણી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીલંકામાં સિરિયલ બોંબ બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટને લઇને હજુ સુધી કોઇ સંગઠને જવાબદારી સ્વીકારી નથી પરંતુ સ્થાનિક ત્રાસવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાત (એનટીજે)ની સંડોવણી ખુલી રહી છે. શ્રીલંકામાં સક્રિય નેશનલ તોહિદ જમાત સંગઠન એક મુસ્લિમ કટ્ટરપંથી સંગઠન છે. ૨૦૧૪માં આ સંગઠન એ વખતે અસ્તિત્વમાં આવ્યું હતું જ્યારે તેના સચિવ અબ્દુલ રેજિક દ્વારા બૌદ્ધ ધર્મની સામે વાંધાજનક નિવેદન કર્યા હતા. આ સંગઠન પર વહાબી વિચારધારા ચલાવવાનો આક્ષેપ છે. ગયા વર્ષે આ સંગઠનની ગતિવિધિ ચર્ચામાં આવી હતી તે વખતે ભગવાન બુદ્ધની મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી. હજુ પણ આ સંગઠન તેની ગતિવિધિને વધારી રહ્યું છે.

શ્રીલંકાની સાથે સાથે તમિળનાડુમાં પણ આ સંગઠન સક્રિય છે. એનટીજે પર ખ્રિસ્તી સમુદાયના લોકોને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ફરજ પાજવાનો આરોપ મુકવવામાં આવ્યો છે. ઓક્ટોબર ૨૦૧૭માં તેની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે એક વિદેશી ગુપ્તચર સંસ્થા દ્વારા શ્રીલંકાને હુમલાના સંબંધમાં ચેતવણી આપી હતી. વિદેશી સંસ્થા દ્વારા જે ચેતવણી આપવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યુ હતુ કે શ્રીલંકામાં મોટા ચર્ચ અને મોટા સ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. ભારતીય હાઇ કમીશનને પણ ટાર્ગેટ બનાવવાની વાત કરવામાં આવી હતી. કોઇ પણ બહાના વગર કોઇ પણ સુરક્ષિત જગ્યાને ટાર્ગેટ બનાવીને મોટી સંખ્યામાં નિર્દોષ। લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની બાબત ચિંતાજનક છે.

Share This Article