રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રમત જગતના દિગ્ગજાે પણ રહ્યા હતા હાજર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા ભારતના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરો ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચ્યા છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોના પણ દિગ્ગજ ખેલાડીઓ અયોધ્યા પહોંચ્યા છે. જેમાં ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા સાથે અયોધ્યા પહોંચ્યા છે. જાડેજા સિવાય અનેક દિગ્ગજ ખેલાડીઓ અયોધ્યા પહોંચ્યા છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ, ઓલિમ્પિક મેડલિસ્ટ બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ, ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા, પૂર્વ ક્રિકેટર અને કોચ અનિલ કુંબલે તેમની પત્ની સાથે આવ્યા, પૂર્વ ક્રિકેટર અને કોચ વેંકટેશ પ્રાસાદ પણ હાજર રહ્યા હતા.

Share This Article