ભારતીય ઓલમ્પિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ નરિન્દર બત્રા દ્વારા ખુબજ સ્પષ્ટ ભાષા માં ભારતીય ખેલ જગતની પરિસ્થિતિ જણાવવા માં આવી હતી. તેઓએ સોમવારે કોન્ફરન્સ માં કહ્યું હતું કે આગામી કોમન વેલ્થ ગેમ્સ માં સરકારી સહાય કે ગ્રાન્ટ વિના ખેલાડીઓ સ્વખર્ચે જઈ શકે તેની સંભાવના નહિવત છે…!!
તેઓ એ આગામી કોમન વેલ્થ જે એપ્રિલ 4 થી 15, ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રિલિયા માં યોજાનાર છે તેના માટે ભારતીય ખેલાડી અને ખેલ ને સ્પોન્સર્સ મળે તે માટે અપીલ કરી હતી.
વધુ માં IOA પ્રેસિડેન્ટ નરિન્દર બત્રાએ જણાવ્યું હતું કે “ભારત માં ક્રિકેટ સિવાય કોઈપણ રમત સ્વનિર્ભર સ્થિતિમાં નથી. આવનારી કોમન વેલ્થ રમત માં 227 જેટલા એથલિટ્સ ને ભારત તરફ થી ભાગ લેવા માટે જવાનું આયોજન કરવા માં આવનાર છે. અને ખેલ વિભાગ તરફ થી મળનારી ગ્રાન્ટ આ ખેલ અને ખેલાડીઓ માટે ખૂબ મહત્વ નો ભાગ ભજવશે તેવી ગણતરી છે.”
Edelweiss Financial Services Limited, india નામક કંપની 2018 માં રમવા માં આવનાર ગોલ્ડ કોસ્ટ કોમન વેલ્થ ગેમ , 2018 એશિયન ગેમ્સ જે જકાર્તા માં યોજાનારી છે, અને 2010 ઓલમ્પિક ગિમ્સ જે ટોકિયો જાપાન માં આયોજિત છે તેના માટે સ્પોન્સર કરશે.
દંગલ, મેરી કોમ અને ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મો માં દર્શાવા માં આવતી વાસ્તવિકતા સરકાર સુધી પહોંચે અને ક્રિકેટ સિવાય ના ખેલ જગત માટે પૂરતું ફંડ અને પ્રાથમિકતા મળી રહી તેવી આશા છે.