ખુબ દુ:ખદની વાત છે કે દુનિયાના સારા શહેરોની ગણતરીમાં અમારા શહેરો કોઇ જગ્યાએ દેખાતા નથી. આનાથી પણ ખરાબ બાબત એ છે કે અમારા શહેરોની હાલત પહેલા કરતા વધારે ખરાબ થઇ રહી છે. સારા શહેરોનો અર્થ છે કે રહેવા લાયક ભારતીય શહેરો છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના ગ્લોબલ લિવેબિલીટી ઇન્ડેક્સ ૨૦૧૯માં દિલ્હી આ વર્ષે છ સ્થાન ગગડીને ૧૧૮માં સ્થાન પર રહેતા આ બાબત અમારા માટે નિરાશાજનક રહી છે. આવી જ રીતે મુંબઇ બે સ્થાન ગગડીને ૧૧૯માં સ્થાને છે. દિલ્હીના રેન્કમાં ઘટાડો એટલા માટે થયો કે છેલ્લા એક વર્ષના ગાળામાં અહીં અપરાધ અને વાયુ પ્રદુષણનુ પ્રમાણ વધી ગયુ છે. મુંબઇને સંસ્કૃતિ અને પર્યાવરણની દ્રષ્ટિએ કમજોર દર્શાવવા માટેના કેટલાક કારણો રહેલા છે.
આ ઇન્ડેક્સમાં શહેરોને પાંચ માપદંડના આધાર પર પસંદ કરવામાં આવ્યા છે. આ પાંચ માપદંડના આધાર પર તમામ બાબતો નક્કી કરવામાં આવી છે. સ્થિરતા, સંસ્કતિ અને પર્યાવરણ, હેલ્થકેર, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટકચર જેવા માપદંડના આધાર પર તમામ બાબતો નક્કી કરવામાં આવી રહી છે. ૧૪૦ દેશોની યાદીમાં ઓસ્ટ્રિયાના વિયેનાને પ્રથમ સ્થાન મળ્યુ છે. ટોપના ૧૦ શહેરોની યાદીની વાત કરવામાં આવે તો તેમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડાના ત્રણ ત્રણ શહેરો સામેલ કરવામાં આવ્યા છે. યાદીમાં છેલ્લા દસ શહેરોમાં બાંગ્લાદેશના પાટનગર ઢાકા નીચેથી ત્રીજા સ્થાન પર છે. પાકિસ્તાનના કરાચીને ૧૩૬મુ સ્થાન આપવામાં આવ્યુ છે. આ યાદી અમારી વિકાસ પ્રક્રિયા પર એક મોટા પ્રશ્ન તરીકે છે. આધુનિક યુગમાં ડેવલપમેન્ટની એક મોટી કસોટી શહેર પણ છે. રહેવા લાયક શહેર એક દેશની આર્થિક સ્થિતીની સાથે સાથે સક્ષમ શાસન તંત્ર અને વિકાસશીલ નાગરિક સમાજના પ્રતિક તરીકે રહે છે. સારા શહેરીકરણ માટે સૌથી જરૂરી બાબત એ છે કે તમામ પ્રક્રિયાને તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવે તે જરૂરી છે. તેમાં નાગરિકોની કામકાજની સુવિધા અને જીવનની તમામ સુવિધામળે તે જરૂરી છે. જેમ કે યોગ્ય શિક્ષણ અને આરોગ્ય આજની મુળભુત સુવિધા તરીકે છે. આજના સમયમાં સારા આરોગ્ય માટે શહેરો પ્રદુષણમુક્ત રહે તે જરૂરી છે. આવી જ રીતે નાગરિકોને પૂર્ણ સુરક્ષા અને પોતાની ઇચ્છાથી જીવન જીવવા માટેની સ્વતંત્રતા મળે તે પણ ખુબ જરૂરી છે.
ભારતમાં શહેરીકરણની ગતિ આવિરત અને આડેધ રીતે આગળ વધી છે.વિકાસનુ વિકેન્દ્રિકરણ થઇ શક્યુ નથી. જેથી લોકો રોજી રોટી માટે મોટા શહેરો તરફ જવા લાગ્યા છે. આવી રીતે વસ્તીનો બોજ શહેરો પર વધી ગયો છે. વધતી વસ્તીના હિસાબથી તમામ વ્યવસ્થા બનતી ગઇ છે. પરંતુ તેમાં યોગ્ય દ્રષ્ટિ દેખાઇ રહી નથી. સ્વાભાવિક છે કે એક સારા શહેર વિકસિત ન થવા પાછળ વિકાસશીલ હોવાની મજબુરી પણ કામ કરી રહી છે. જો અમે દુનિયાની સાથ તાલમેલ સાથે આગળ વધવા માંગીએ છીએ અને એક વિકસિત દેશ હોવાના સપનાને જોવા માંગીએ છીએ તો અમને અમારા શહરોને વ્યવસ્થિત કરવા પર કામ કરવાની જરૂર દેખાઇ રહી છે. વિદેશી મુડી અને પ્રતિભાનો લાભ એ વખતે જ વધારે મળી શકે છે.