સ્પાઇસ જેટે શરૂ કરી દિલ્હીથી લેહની નવી ફ્લાઇટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિમાનમાં યાત્રા કરવી એ પહેલાના જમાનામાં ખૂબ મોંઘી માનવામાં આવતી હતી,ઓછી કંપની અને વધારે રૂપિયા હોવાથી પૈસાદાર વર્ગ જ હવાઇયાત્રા કરવા માટે સમર્થ હતો. થોડા સમય બાદ એક પછી એક કંપની વધતી ગઇ અને સ્પર્ધા વધતી ગઇ બાદમાં ધીરે ધીરે ફ્લાઇટ રેટ ઓછા થયા અને સામાન્ય માણસ માટે હવાઇયાત્રા કરવી સરળ બની.

હવે એક પ્રાઇવેટ કંપનીએ નવી ફ્લાઇટ શરૂ કરી છે જે બે અલગ અલગ સ્થળને જોડે છે. બજેટ વિમાનની કંપની સ્પાઇસ જેટે ગુરુવારે દિલ્હીથી લેહ સુધીની નવી ફ્લાઇટ શરૂ કરી છે. કંપનીએ શરૂઆતના દિવસોમાં રિટર્ન ટિકીટ 7799 રૂપિયા રાખી છે.

લેહ માટે ફ્લાઇટ 1 મે 2018એ ઇંદિરા ગાંધી એરપોર્ટ ટર્મિનલ એકથી શરૂ થશે. SG 121 દિલ્હીથી સવારે 6 વાગે ટેક ઓફ થશે અને 7.25 વાગે લેહ પહોંચશે.

સ્પાઇસજેટના પેન ઇન્ડિયા નેટવર્કમાં લેહ 46મું સ્થાન છે. આ લોન્ચને સેલિબ્રેટ કરવા માટે કંપનીએ વન વે ફેર 3999 અને રિટર્ન 7799 રૂપિયા રાખ્યો છે. આ ઓફર માટે લિમિટેડ સિટ્સ જ ઉપલબ્ધ છે.  વહેલા તે પહેલાના ધોરણે આ ઓફર સ્પાઇસ જેટે રાખી છે.

 

TAGGED:
Share This Article