આંધ્રપ્રદેશમાં આગામી ચૂંટણીમાં ક્યા મુખ્ય મુદ્દા છવાશે તેની વાત રાજકીય પંડિતો કરવા લાગી ગયા છે. આના ભાગરૂપે હવે તમામ પક્ષો પોત પોતાની રણનિતી તૈયાર કરી રહ્યા છે. જાણકાર લોકો માની રહ્યા છે કે આંધ્રપ્રદેશમાં આજે કોઇ સૌથી મોટો મુદ્દો છે તો તે ખાસ રાજ્યનો દરજ્જા છે. આના માટે લડાઇ લડીને ચન્દ્રાબાબુ નાયડુ એનડીએ સાથે છેડો ફાડી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટી દરજ્જા આપવાની તરફેણમાં છે. જ્યારે ભાજપે આની તરફેણ કરી નથી. એનડીએ સાથે સંબંધ નાયડુએ આ વિષય પર તોડી લીધા હતા. એનડીએની મજબુરી એ રહી છે કે જા આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જા મળે છે તો બિહારમાં પણ આને ખાસ રાજ્યનો દરજ્જા આપવાની ફરજ પડી શકે છે.
બિહાર સહિત અન્ય રાજ્યો પણ આવી માંગ કરી શકે છે. આ બાબતને ધ્યાનમાં લઇને નાયડુની વાત એનડીએ દ્વારા સ્વીકારવામાં આવી ન હતી. આંધ્રપ્રદેશથી જ્યારે તેલંગાણા રાજ્ય અલગ થયુ ત્યારથી જ ખાસ રાજ્યના દરજ્જાની માંગ થઇ રહી છે. એનડીએ સાથે શરૂઆતમાં મજબુત મિત્રતા રાખવામાં આવી હતી. નાયડુએ પહેલા તો ફાયનાÂન્સયલ પેકેજને સ્વીકાર કરીને કેટલીક નવી પહેલ કરી હતી. જા કે વાયએસઆર કોંગ્રેસ પાર્ટી અને અન્યો દ્વારા શરૂઆતથી જ આને મુદ્દો બનાવીને પ્રચાર કરવાની શરૂઆત કરી હતી. ખાસ રાજ્યનો દરજ્જા ન આપવાના મુદ્દા પર તેમના પાંચ સાંસદો રાજીનામુ આપી ચુક્યા છે. ભુખ હડતાળ કરવામા ંઆવી ચુકી છે. જગન મોહન રેડ્ડીએઅ પોતાની પ્રજા સંકલ્પ રેલીમાં રાજ્યને ખાસ દરજ્જા આપવાની જારદાર માંગ કરી હતી. સાથે સાથે જન કલ્યાણની પોતાની નવ રત્ન સ્કીમની પણ વાત કરી હતી. અમરાવતીમાં ભ્રષ્ટાચારનો મામલો વારંવાર ઉઠાવવામાં આવ્યો હતો. જગન મોહન રેડ્ડીની યાત્રા છ નવેમ્બરના દિવસે કડપ્પામાં શરૂ થઇ હતી અને નવમી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પૂર્ણ થઇ હતી.
આશરે ૩૬૭૦ કિલોમીટર લાંબી યાત્રામાં રેડ્ડીએ જોરદાર પ્રચાર કરીને નાયડુની મુશ્કેલીને વધારી છે. આ યાત્રા બાદ તેઓ મુખ્યપ્રધાન બની શકશે કે કેમ તે મોટો પ્રશ્ન રહેલો છે. આંધ્રપ્રદેશમાં વિકાસ પણ મોટો મુદ્દો છે. આંધ્રપ્રદેશની રાજનીતિના ત્રીજા મોટા ખેલાડી તેલુગુ ફિલ્મ સ્ટાર પવન કલ્યાણ છે. જે ચિરંજીવીના નાના બાઇ પણ છે. નેતાઓના પોત પોતાના આધાર રહેલા છે. તેમની આશા કાપુ જાતિ પર ટકેલી છે. જા કે કાપુ વિભાજિત રહ્યા છે. ભાજપના પ્રમુખ પણ કાપુ જાતિના છે. સોમવારના દિવસે જ ભાજપના એક ધારાસભ્ય પવન કલ્યાણની જન સેનામાં સામેલ થઇ ગયા હતા