કર્ણાવતી યુનિવર્સીટી ખાતે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે “કાશી રાઘવ”ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું

Rudra
By Rudra 1 Min Read

કાશી રાઘવ 3 જાન્યુઆરી એ રિલીઝ થઇ રહી છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં એક કેરેક્ટર ટ્રાન્સજેન્ડર પણ બતાવવામાં આવ્યું છે.

ફિલ્મની રિલીઝ અગાઉ ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સીટી ખાતે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું. જે પ્રકારે તે લોકો સાહસ કરે છે, સર્વાઇવ કરે છે તે માટે આ એક ટ્રિબ્યુટ હતું. ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી જણાવે છે કે, આપણા સમાજમાં આપણી આસપાસ ઘણી ઘટનાઓ બને છે કે જેની પર વાત કરવી જરૂરી હોય છે. આ ફિલ્મમાં પણ ઘણી ઘટનાઓ ઉપર વાત કરવામાં આવી છે, જે દર્શકોને જરૂરથી પસંદ આવશે. અભિનેત્રી દીક્ષા જોશી જણાવે છે કે, “કેટલીક ફિલ્મો તમારી લાઈફમાં એક લેન્ડમાર્ક બની જાય અને કાશી રાઘવ તેમાંથી જ એક છે”

Share This Article