અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) નું સ્પેશિયલ સ્ક્રીનિંગ ક્લબ બેબીલોન થિયેટરમાં આયોજિત કર્યું હતું. 2024 માં ડાયનેમિક ઉદ્યોગસાહસિક ઉમાશંકર યાદવ દ્વારા સ્થાપિત, સરીન ફિલ્મ્સે તેના પહેલા વર્ષમાં જ બે ઉચ્ચ-ગુણવત્તાવાળી શોર્ટ ફિલ્મોનું નિર્માણ કરીને પોતાની ઓળખ બનાવી છે. “હીર ઔર રાંઝા” તમલ દત્તા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે, જ્યારે “સુખનાથ મોગરા ની વાતચીત” ઓમકાર પેઠકર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. મુખ્ય કલાકારો સિવાય આખી ટીમ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું ડેબ્યૂ કરી રહી છે. નિર્માતા ઉમાશંકર યાદવ નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવામાં અને નવા ચહેરાઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે તકો પૂરી પાડવામાં માને છે.
“હીર ઔર રાંઝા” ના મુખ્ય કલાકારો, નેત્રી ત્રિવેદી અને હાર્દિક શાસ્ત્રી, જાણીતા થિયેટર અને ગુજરાતી ફિલ્મ કલાકારો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર કે જેને પ્રસૂન ઘોષ એ કમ્પોઝ કર્યું છે અને વ્રજ શાહની સિનેમોટોગ્રાફી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. “સુખનાથ મોગરાની વાર્તા” એ આદિવાસી જીવનમાં શ્રદ્ધા, પ્રેમ, હાનિ અને પુનઃમિલનના વિષયો પર આધારિત એક મનોવૈજ્ઞાનિક નાટક છે. આ ફિલ્મમાં અદ્ભુત સિનેમેટોગ્રાફી, પ્રભાવશાળી અભિનય અને ઓમકાર પેઠકરના શાનદાર દિગ્દર્શનની વિશેષતા છે.
એક્ઝિક્યુટિવ અને ક્રિએટિવ પ્રોડ્યુસર ઉમાશંકર યાદવે તેમના આગામી પ્રોજેક્ટ્સની ઘોષણા કરી, જેમાં દિવાળી 2025 દરમિયાન રિલીઝ થનારી ફીચર ફિલ્મનો પણ સમાવેશ થાય છે. તેમણે નવા પ્રતિભાશાળી લોકોને પ્રદર્શિત કરતી ઉચ્ચ-ગુણવત્તાવાળા કન્ટેન્ટ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ બંને ફિલ્મો ઉમાશંકર યાદવની મહેનત દર્શાવે છે. “હીર ઔર રાંઝા” ફિલ્મમાં હાર્દિક શાસ્ત્રી અને નેત્રી ત્રિવેદીનો અભિનય વખાણવા લાયક છે. 21 સદીમાં પણ સ્ત્રીઓને કેટલાક માનસિક ટોર્ચરનો સામનો કરવો પડે છે. હાર્દિક રાજીવના પાત્રમાં છે અને નેત્રી હર્ષાલીનું પાત્ર ભજવી રહી છે. આધુનિક યુગમાં આ બંને હીર અને રાંઝા (બંને પ્રેમી)ઓની લવસ્ટોરી નો શું અંજામ આવે છે તે આ 26 મિનિટની શોર્ટ ફિરલમમાં ખૂબ સુંદર રીતે દર્શાવવમાં આવ્યું છે. અન્ય ફિલ્મ “સુખનાથ મોગરાની વાર્તા”માં આપણા ગુજરાતનું હાર્દ બતાવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન કઈ રીતે નાના બાળક સુખનાથને મદદ કરે છે તે આ ફિલ્મમાં બતાવાયું છે.સરીન ફિલ્મ્સનો પહેલો પ્રોજેક્ટ પ્રસાર ભારતીના ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.