ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સરકાર તીર્થસ્થળોના વિકાસને લઇને મોટા પગલા લેવાની તૈયારીમાં છે. આ દિશામાં આગળ વધવા માટે યોગી સરકાર કટિબદ્ધ છે. મથુરામાં બ્રજ તીર્થ ક્ષેત્રના વિકાસ પરિષદની રચના કરવામાં આવ્યા બાદ હવે ચાર નવા તીર્થ ક્ષેત્ર વિકાસ પરિષદની રચના કરવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. અયોધ્યામાં ઇક્ષ્વાકુ નગરી તરીકે નવા શહેરને વિકસિત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. રોડમેપ નીચે મુજબ છે.
અયોધ્યા તીર્થ વિકાસ પરિષદની સ્થાપના કરવા માટે પ્રસ્તાવ તૈયાર
અયોધ્યા તીર્થવિકાસ પરિષદ પ્રવાસને પ્રોત્સાહન આપવા અને તેને એક આધુનિક શહેર તરીકે વિકસિત કરવા માટે ખાસ કામ કરશે
- અયોધ્યામાં ભગવાન રામને સમર્પિત દસ દ્ધારને સ્થાપિત કરવા માટેની તૈયારી
- અયોધ્યામાં વિશ્વ સ્તરના તમામ સુવિધા સાથે વિમાનીમથકના નિર્માણ પર કામગીરી
- આતિ આધુનિક સુવિધા સાથે આંતરરાષ્ટ્રીય બસ ટર્મિનલ
- વિશ્વ સ્તરના રેલવે સ્ટેશનને આખરી ઓપ અપાશે
- અંડરગ્રાઉન્ડ કેબલિંગ સુવિધા વિકસિત કરવામાં આવનાર છે
- ડિસેમ્બરથી ટેન સ્ટાર હોટેલ શરૂ કરી દેવાશે
- પાંચ મોટા રિસોર્ટ તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે
- સરયુ નદીના કિનારે ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી પ્રતિમા સ્થાપિત કરવાની પણ યોજના
- રેન બસેરાની યોજના છે જેમાં ૧૦૦૦૦ લોકો રોકાઇ શકે તેવી સુવિધા રહેશે
- અયોધ્યાને ફેજાબાદથી જાડે તે રીતે પાચ કિલોમીટર લાંબા ફ્લાય ઓવરનુ નિર્માણ કામ હાથ ધરાશે
- મેડિકલ કોલેજને લઇને પણ ખાસ પ્રસ્તાવ છે
- અયોધ્યાના તમામ સ્થળો પર ખાસ તૈયારી કરવામાં આવી રહી છે