વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે આયોજિત તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્ર કક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સહયોગથી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લાશિક્ષણાધિકારી પુલકિતભાઈ જોશી પ્રેરણાથી યોજાયો હતો. તેમાં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નખત્રાણા કન્યા પ્રા. શાળા ના આચાર્ય પ્રિયંકાબેન સુરેશભાઈ ભાવસાર તથા નાના નખત્રાણા ના મદદનીશ શિક્ષક મૌલિકકુમાર નરેન્દ્રકુમાર ભાવસાર ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

