ધી લીલા ગાંધીનગર ખાતે સ્વતંત્રતા દિવસના અવસરે સ્પેશિયલ બ્રંચનું આયોજન

Rudra
By Rudra 1 Min Read

‘ધી લીલા ગાંધીનગર’ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ છે. ઈવેન્ટની શરૂઆત 15 ઓગસ્ટના રોજ ધ્વજવંદન સાથે થશે. આ કાર્યક્રમ બાદ, ધી સિટ્રસ જંકશન ખાતે ત્રિરંગા થીમ આધારિત ખાસ સ્વતંત્રતા દિવસ બ્રંચનું આયોજન કરવામાં આવશે. અહીં મહેમાનો ભવ્ય બુફે, લાઇવ ભારતીય મીઠાઈ કાઉન્ટર, તાજા મોકટેલ, લાઇવ સંગીત અને મનોરંજનની ભરપૂર જાદુગરના પ્રદર્શનનો આનંદ માણી શકશે. રેસ્ટોરન્ટ દેશભક્તિની થીમને ધ્યાનમાં રાખીને શણગારવામાં આવશે, જે ખરેખર અહીં એક ઉત્સવપૂર્ણ વાતાવરણ બનાવશે. આ ઉજવણીની સાથે-સાથે, મહેમાનો તેમના પરિજનો, પ્રિયજનો સાથે વૈભવી રોકાણ કરીને તેમના આનંદમય અનુભવને વધારી શકે છે, જેનાથી તે ઉત્સવની સાથે જ રાષ્ટ્રીય ગૌરવનો દિવસ પણ બની જશે. બ્રંચનો ભાવ પ્રતિ વ્યક્તિ રૂ. 2400 (વત્તા કર અલગથી) છે.

Share This Article