૨૮ અને ૨૯ જુલાઈ દરમિયાન બે દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી રજુઆત
અમદાવાદ, ૨૮ જુલાઈ , ૨૦૨૩ : આગામી ઓગસ્ટ મહિનો એટલે ફ્રેંડશીપ, દેશભક્તિ થી ભરપૂર આઝાદી દિવસ, રક્ષાબંધન, પ્રવાસ અને સાથે સાથે ઘણા બધ્ધા આનંદ અને ઉત્સાહનો મહિનો અને એ જ પળો ને ખાસ બનાવા માટે અને આગામી બ્રાઇડલ અને શિયાળા સીઝનના નવા ફેશન ટ્રેન્ડસના સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ફરી આવી ગયા છે અમદાવાદના ઘર આંગણે !!
અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે ૨૮ અને ૨૯ જુલાઈ, ૨૦૨૩ દરમિયાન આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું . કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત આ એક્ઝિબિશનમાં કરવામાં આવ્યું છે.
ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ રીતે દેશભરના નવીન ડિઝાઇનર્સના દ્વારા પહેલા ક્યારેય ન જોવાયેલા એવું વિન્ટર ડિઝાઇન ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો. હાઇ લાઇફ એક્ઝિબિશન – અમદાવાદ ફેશન ડિઝાઈનરો અને રસિકો માટે હાઇ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી, લક્ઝ એક્સેસરીઝ, જ્વેલરી, બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે. હાઈ લાઈફ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઈડલ વેર છે જે ગ્લિટ્ઝ, ટેન્ટાલાઈઝિંગ ટ્યુનિક, ચિક કેપ્સ, સેલિબ્રિટી સ્ટાઈલના જેકેટ્સ, સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ, કન્ટેમ્પરરી કટ્સમાં ક્રેપ, પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈંગ એમ્બ્રો સાથે ગ્રેસનું મિશ્રણ કરે છે. આ આવૃત્તિમાં તમારા વિન્ટર ફ્યુઝન ફેવરિટમાં ટ્રેન્ડી ટ્વિસ્ટનો અનુભવ કરો!
કાર્યક્રમના અનાવરણમાં Mrs India Queen 2023 – શિબાની રોય, બાની છાબરા, કૃપાલી જોશી, ઋતુ સોલંકી, સંતોષી પેલ, લીના ગાંધી, વ્રીન્દા મકવાણા, મોનીકા ચેડેલ્લા, પાયલ લીમ્બાચીયા અને કિંજલ શાહ હાજર રહ્યા હતા.
તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું
૨૮ અને ૨૯ જુલાઈ, ૨૦૨૩ દરમિયાન હોટલ દ ગ્રાન્ડ ભગવતી ખાતે મજા માણો.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more