અમદાવાદ : મેયર શ્રીમતી બીજલબહેન પટેલે જણાવ્યું હતું કે, શેઠ મા.જે.પુસ્તકાલય આઠ દાયકાથી શહેરના વાચકોને સેવા આપતું ગુજરાતનું સૌથી મોટું સાર્વજનિક પુસ્તકાલય છે, તેમાં ઘણા ઐતિહાસિક અને દુર્લભ પુસ્તકો અને કૃતિઓ સામેલ છે. તેમાં અમુક પુસ્તકો કે આવૃત્તિઓ બજારમાં પણ ઉપલબ્ધ નથી, ત્યારે આવા ઐતિહાસિક પુસ્તકો, સાહિત્ય અને કૃતિઓનું અÂસ્તત્વ જળવાઇ રહે અને વાંચનપ્રેમી જનતા, સંશોધકો અને જિજ્ઞાસુઓને ઘેરબેઠા આવા દુર્લભ અને ઐતિહાસિક પુસ્તકો કે કૃતિઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે કોપીરાઇટ એકટ-૧૯૫૭ની જોગવાઇઓનું પાલન કરી રૂ. દસ લાખના ખર્ચે આવા તમામ દુર્લભ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરી તેને મા.જે.પુસ્તકાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ બનાવાશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, નવા બજેટમાં રૂ. દસ લાખના ખર્ચે શબ્દવંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સાહિત્યકાર, સંગીતકાર, કટાર લેખક, અભ્યાસુ પત્રકારોનું મા.જે.પુસ્તકાલય સાથે તાદાત્મ્ય સધાય તે માટે શબ્દવંદના કાર્યક્રમ અંતર્ગત તેઓનું સન્માન કરી બિરદાવવામાં આવશે. દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૭મી એપ્રિલને વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે ત્યારે બાળકોની માવજત અંગે માતા-પિતામાં જાગૃતતા અને સમજણનો અભાવ વર્તાય છે અને તેના કારણે ઘણીવાર બાળકોમાં કુપોષણ, વિકાસ-વૃદ્ધિનો અભાવ, ચેપીરોગો અને તેની રસીઓ, બાળકોની નાની-મોટી તકલીફો સર્જાતી હોય છે.
આવા સંજાગોમાં બાળકોની સારવાર અને તેમની માવજત બાબતે માતા-પિતા અને પરિવારજનોને જાગૃતિ આપવા રૂ.૫૦ હજારના ખર્ચે બાળકોની માવજત જાતે કરો એ મતલબનો બાળ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાશે. સ્લાઇડ શો, પ્રશ્નોત્તરી, સાહિત્ય મારફતે જાગૃતિ ફેલાવાશે. તદુપરાંત, રૂ.દોઢ લાખના ખર્ચે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી, મા.જે.પુસ્કાલયના સ્થાપના દિન નિમતે રકતદાન શિબિર, પ્રજ્ઞાચક્ષુ નાગરિકો મટે ચેસ સ્પર્ધા, ગીત-સંગીત સ્પર્ધા, પ્રચલિત સાહિત્યકારોની વેશભૂષા સ્પર્ધા સહિતના કાર્યક્રમો માટે ખાસ આર્થિક ફંડની જાગવાઇ કરાઇ છે.