લોકસભા ચૂંટણીમાં ગુજરાતની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના આ વતન રાજ્ય હોવાના કારણે બંને નેતાઓ સામે પડકારો પણ વધારે છે. ભાજપની સામે સ્પેશિયલ ૨૬નુ પુનરાવર્તન કરવાનો મોટો પડકાર છે. વડાપ્રધાનના ગૃહ રાજ્યની ભૂમિકા કેટલીક રીતે ઉપયોગી છે. કોંગ્રેસની પાસે તો ગુમાવવા માટે કઇંજ નથી. જેથી તેની પાસે જે આવે તે બોનસ સમાન છે. અલબત્ત કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભાની ચૂટણીમાં અપેક્ષા કરતા સારા દેખાવ કર્યા બાદ હવે નવી આશા સાથે મેદાનમાં ઉતરનાર છે.
બીજી બાજુ હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ ગયા બાદ કોંગ્રેસ પાર્ટીના લોકો વધારે આશાસ્પદ ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. મોદી અને અમિત શાહ ગુજરાતની અÂસ્મતાનો મુદ્દો ઉઠાવી મેદાનમાં ઉતરી શકે છે. વર્ષ ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે ભાજપે જારદાર સપાટો બોલાવ્યો હતો અને તમામ ૨૬ સીટો જીતી લીધી હતી. કોંગ્રેસ પાર્ટીનુ તો ખાતુ પણ ખુલ્યુ ન હતુ. આ વખતે પણ હાલની સ્થિતી જાતા કોંગ્રેસની હાલત ખુબ ખરાબ દેખાઇ રહી છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. પાંચ જેટલા ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુક્યા છે. ભાજપ ફરી ૨૦૧૪ જેવો કમાલ કરવા માટે તૈયાર છે.
જ્યારે કોંગ્રેસ મોદી અને ભાજપના ગઢમાં કેટલાક ગાબડા પાડવા માટે ઇચ્છુક છે. કોંગ્રેસ માટે તો ગુમાવવા માટે કઇ નથી. પરંતુ ભાજપ માટે સીટો જાળવી રાખવાનો પડકાર છે. વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણી અને વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીની તુલના કરવામાં આવે તો ભાજપને વોટ શેયરમાં ૧૦ ટકા કરતા વધારે ઘટાડો થયો છે. કોંગ્રેસના વોટ શેયરમાં આઠ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં સંઘની જડ ખુબ મજબુત છે. જેથી અહીં દક્ષિણ પંથી વિચારધારાની અસર દેખાય છે. ભાજપે વર્ષ ૧૯૮૪માં લોકસભામાં જે બે સીટો હાંસલ કરી હતી તે પૈકી એક મહેસાણાની સીટ હતી. પાર્ટીએ અહીં વર્ષ ૧૯૮૯થી ખુબ મજબુત સ્થિતીમાં છે. વર્ષ ૧૯૯૫થી ભાજપ અહીં શાસનમાં છે.જાણકાર લોકોના કહેવા મુજબ ભાજપમાં વડોદરાથી મોદી અને ગાંધીનગરથી અમિત શાહને મેદાનમાં ઉતારી દેવાની વાત ચાલી રહી છે. આનુ કારણ એ છે કે મોદી અથવા તો શાહ પૈકી કોઇ અકે અથવા તો બંને નેતાઓ અહીંથી મેદાનમાં ઉતરી જવાની સ્થિતીમાં પાર્ટીના કાર્યકરોનો જુસ્સો આસમાન પર રહેશે. જેનો ફાયદો પાર્ટીને ચોક્કસપણે થનાર છે. પાટીદાર, દલિત ઓબીસી આંદોલનના કારણે સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર ભાજપને અસર થઇ શકે છે.
જો કે પાટીદાર આંદોલનને સવર્ણ અનામત અને હાર્દિક કોંગ્રેસ પાર્ટીમાં જવાથી સ્થિતી બદલાઇ શકે છે. બેરોજગારી પણ મુદ્દો છે. મોટી સંખ્યામાં યુવાનો બેરોજગાર છે. મોંઘવારી પણ ચૂંટણી મુદ્દો રહેનાર છે. ભાજપ આ મુદ્દાથી દુર રહીને વિકાસ અને મજબુત ભારતની છાપ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. પ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જુદા જુદા આંદોલન થયા છે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની ભૂમિકા કેવી રહે છે તે બાબત પણ તમામ પર આધારિત રહેનાર છે. જિગ્નેશ મેવાણી પણ લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા દેખાઇ રહી છે. લોકસભા ચૂંટણી એંકદરે રીતે ગુજરાતમાં પણ મહત્વપૂર્ણ રહેનાર છે. મોદી અને અમિત શાહના મોટા ગઢ હોવાથી ભાજપના કાર્યકરો પૂર્ણ તાકાત લગાવી દેવા માટે તૈયાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારીમાં ભાજપ અને કોંગ્રેસે તાકાત લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરોની સાથે સતત સંપર્કમાં રહીને આગળ વધવા માટે તૈયાર છે. બુથ સ્તર પર કેટલાક કાર્યક્રમ થઇ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ કારોબારીની બેઠક યોજીને સાબિતી આપી દીધી છે કે તે ગુજરાતમાં તમામ તાકાત લગાવી દેવા માટે તૈયાર છે. અલબત્ત કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણના કારણે કેટલાક ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડી ચુક્યા છે. આવી Âસ્થતીમાં તેની નૈતિક તાકાતને અસર થઇ છે.