ફિફા વર્લ્ડકપમાં સ્પેન બહાર ફેંકાઇ ગયુ છે. રુસ સામેની મેચમાં 2010ના ચેમ્પિયન સ્પેનને હરાવી દીધુ છે. 4-3થી રુસે સ્પેનને હરાવી દીધુ હતું. સ્પેન આ વિશ્વકપમાં પ્રબળ દાવેદાર હતુ, પરંતુ હવે તે વિશ્વકપમાંથી બહાર થઇ ગયુ હતુ. સ્પેનના વિશ્વકપમાંથી બહાર જવાથી દિગ્ગજ ખેલાડી આંદ્રેસ ઇનિએસ્ટાએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સન્યાસ લઇ લીધો છે.
ઇનિએસ્ટાએ સ્પેન માટે કુલ 131 મેચ રમી છે અને 13 ગોલ કર્યા છે. જેમાં 2010ના ફિફા વિશ્વકપના ફાઇનલમાં નેધરલેન્ડ સામેનો ગોલ પણ સામેલ છે. સ્પેનના કોચે કહ્યુ હતુ કે સ્પેનના ફૂટબોલ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી ઇનિએસ્ટા એક ખિલાડી છે. તે તેને શુભકામનાઓ આપે છે અને કહ્યુ કે તે એક શાનદાર ખેલાડી છે. 2010ના વિશ્વકપમાં વિનિંગ ગોલ કરનાર ઇનિએસ્ટાએ સંકેત આપી દીધા હતા કે તે જલ્દી જ ફૂટબોલમાંથી સન્યાસ લઇ લેશે.
મેસ્સી અને રોનાલ્ડો પર સૌથી વધારે દર્શકોની નજર હતી પરંતુ બંનેની ટીમ વિશ્વકપમાંથી બહાર થઇ ગઇ છે.