નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાં લઈ જનારું અવકાશ યાન ધરતી પર પરત આવી ગયું છે. જૂનના પહેલા અઠવાડિયામાં બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ સુનિતા અને બુચને અવકાશમાં લઈ ગયું હતુ. ત્યારબાદ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને બંને અવકાશયાત્રી પૃથ્વી પર પરત આવી શક્યા નહોતા. હવે આ સ્પેસક્રાફ્ટ ક્રુ વગર જ ધરતી પર પરત લેન્ડ કરી ચૂક્યું છે.
નાસા એસ્ટ્રોનોટ્સ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આગામી વર્ષે ફેબ્રુઆરીમાં પરત ફરશે. સ્ટારલાઇનરે 6 સપ્ટેમ્બરે મોડી રાતે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરેથી ઉડાન ભરી હતી અને 7 સપ્ટેમ્બરે સવારે પૃથ્વી પર પરત આવ્યું. દુનિયાભરના વૈજ્ઞાનિકોનું ધ્યાન આ મિશન પર હતુ.
મળતી માહિતી અનુસાર, ભારતીય સમયાનુસાર આજે સવારે 3.30 વાગ્યે સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થયું હતુ. જ્યારે સવારે 9.32 વાગ્યે આ અમેરિકાના ન્યૂ મેક્સિકોના વ્હાઇડ સેન્ડ સ્પેસ હોર્બરમાં લેન્ડ થયું છે.
નોંધનીય છે કે, બોઈંગ કંપનીએ આ સ્પેસ ક્રાફ્ટ બનાવ્યું છે. ગત 5 જૂને આ સ્પેસક્રાફ્ટ દ્વારા સુનિતા અને બુચને સ્પેસસ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા. માત્ર આઠ દિવસનું આ મિશન હતુ, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે તે પરત ફરી શક્યા નહીં. હવે આ સ્પેસક્રાફ્ટ ક્રુ વગર જ પૃથ્વી પર પરત આવ્યું છે. ફ્રેબુઆરીમાં ફરી સ્પેસએક્સ દ્વારા બંનેને પરત લાવવામાં આવશે.