સુરત,: મહિલા સુરક્ષાની ગુલબાંગો ફૂંકતા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે જ સવાલો ઉભા થઈ રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો રાજ્યના સુરત શહેરમાં સામે આવ્યો છે. જ્યાં એક સ્પા સંચાલક પોતાના ત્યાં કામ કરતી મહિલા કર્મીને માર મારતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા કર્મી સ્પા સંચાલક પાસે પોતાના હક્કના પૈસા એટલેકે, પોતાના પગારના પૈસાની માંગણી કરી રહી હોય તેવી દેખાઈ રહ્યું છે. જાેકે, મહિલા કર્મી જ્યારે સ્પા સંચાલક પાસે પગારની માંગણી કરે છે ત્યારે તેને માર મારવામાં આવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં બનેલી આ પ્રકારની આ બીજી ઘટના છે. તાજેતરમાં જ અમદાવાદમાં સ્પા માં મહિલાને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. ૨૩ નવેમ્બરના રોજ રાત્રે સુરતમાં આવી ઘટના બની છે. સ્પા સંચાલક પાસે મહિલા કર્મચારી પગારની માંગણી કરે છે ત્યારે તેને માર મારવામાં આવે છે. પાલ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાલ ગામમાં આવી ઘટના બની છે. પાલ ગામના પીપલ્સ વેલનેસ સ્પામાં આવી ઘટના બની છે. ૨૭ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવી ઘટના બની હતી.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more