અમદાવાદ:વિશ્વભરમાં કેપિટલ અને કોમોડિટી માર્કેટ્સમાં રેટિંગ, બેન્ચમાર્ક, એનેલિટિક્સ અને ડેટા આપતી અગ્રણી પ્રોવાઈડર કંપની એસએન્ડપી ગ્લોબલ દ્વારા આજે તેની અમદાવાદ, ભારત ખાતેની નવી ઓફિસના પ્રારંભની ઘોષણા કરવામાં આવી હતી. આ નવી ઓફિસમાં અગાઉની ચાર ઓફિસોના સ્થળોએથી કર્મચારીઓને લાવવામાં આવશે અને એક છત્ર નીચે ઝડપી ગ્રોથ અને ભાવિ વિસ્તરણ યોજનાઓને આકાર આપવામાં અને અમલી કરવામાં આવશે તેમજ ભારતમાં પોતાની કામગીરીને વધુ મજબૂત કરવામાં આવશે.
એસએન્ડપી ગ્લોબલ ખાતે ઓપરેશન્સ-અમદાવાદના હેડ નિલમ પટેલે કહ્યું હતું, ‘અમે 17થી વધુ વર્ષથી અમદાવાદમાં મજબૂત હાજરી ધરાવીએ છીએ અને આ શહેર એસએન્ડપી ગ્લોબલની ગ્રોથ સ્ટ્રેટેજીમાં ઈન્સ્ટ્રુમેન્ટલ છે. નવી સાઈટ અમારી ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અમને વૈવિધ્યપૂર્ણ ટેલેન્ટ પૂલની નજીક અમને લઈ જાય છે જેથી ઈનોવેટ કરવા, ક્લાયન્ટ વેલ્યૂ આપવા અને ભાવિ માર્કેટને શક્તિશાળી બનાવવા માટેની જરૂરિયાતને સંતોષી શકાશે.’
એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના ચીફ ડેટા ઓફિસર અને એસએન્ડપી ગ્લોબલ માટે ઈન્ડિયા ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર અભિષેક તોમરે કહ્યું હતું, ‘એસએન્ડપી ગ્લોબલ ખાતે અમે પીપલ-ફર્સ્ટ કંપની તરીકેનું ગૌરવ અનુભવીએ છીએ. આને યાદ રાખીને અમે આ નવી ઓફિસ અમદાવાદમાં શરૂ કરી છે જેમાં એસએન્ડપી ગ્લોબલના ઈતિહાસમાં પ્રથમવાર બનશે કે તેમાં અમદાવાદના તમામ કર્મચારીઓ એકછત્ર નીચે સામેલ થશે. આ ઓફિસ અમારી ટીમોને શ્રેણીમાં ઉત્તમ વર્ક એન્વાયર્નમેન્ટ અને અપગ્રેડેડ ટેકનોલોજી આપશે જેનાથી અમે અમારી ઓપરેશનલ કાર્યદક્ષતા અને ટીમ કોલોબરેશન વધારી શકીશું.’
355000 સ્ક્વેર ફૂટથી વધુ જગ્યામાં સ્થિત 2100થી વધુ કર્મચારીઓ આ અનોખી સુવિધામાં સમાવી શકાશે. તેમાં ટીઅર-1 આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપન ફ્લોર પ્લાન્સ સામેલ છે જેથી કોલોબરેટિવ વર્ક એન્વાયર્નમેન્ટ અને અનેક એમેનીટીઝ સામેલ છે જેમાં બ્રેકઆઉટ રૂમ્સ, નર્સિંગ રૂમ્સ, મેડિકલ રૂમ, સ્પેશિયલી ડિઝાઈન્ડ વોશરૂમ્સ દિવ્યાંગ કર્મચારીઓ માટે અને ઈનહાઉસ ફિટનેસ સુવિધાઓ સામેલ છે.
અગાઉ આ વર્ષમાં, એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા દ્વારા તેની હૈદરાબાદ ખાતે ઓરિયન ઓફિસ શરૂ કરવામાં આવી હતી અને ટેકનોલોજી અને ઈનોવેશન પ્રોગ્રામ્સ શરૂ કરવામાં આવ્યા હતા.
એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા દ્વારા ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઈન્સ્ટીટ્યુટ તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત કરાયું છે અને તેને ભારતના બેસ્ટ વર્કપ્લેસીસ ફોર વુમન 2019માંના એક તરીકે સન્માન મળ્યું છે. આ પ્રમાણપત્ર કંપનીનાં ગુણવત્તા, તેની ભવ્ય સંસ્કૃતિ અને મજબૂત મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.