લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ પણ હાથ મિલાવી લીધા છે. ૨૬ વર્ષના લાંબા ગાળા બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી સાથે આવતા નવા રાજકીય સમીકરણના સંકેત દેખાઇ રહ્યા છે. યુપીમાં આ ગઠબંધનના કારણે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે ફટકો પડનાર છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવીને ૭૦થી વધારે સીટો જીતી હતી. જાકે આ વખતે ગઠબંધન થઇ ગયા બાદ મોટા ભાગના સર્વે અને પોલ કહી રહ્યા છે કે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડનાર છે. તેમની સીટ ઘટીને અડધી થઇ શકે છે.
૧૧મી જાન્યુઆરીના દિવસે લખનૌની એક ફાઇવ સ્ટાર હોટેલમાં બંને પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. એ વખતે બસપાના વડાએ કહ્યુ હતુ કે બંને પાર્ટી ૩૮-૩૮ સીટ પર ચૂંટણી લડનાર છે. એ વખતે કહેવામાં આવ્યુ હતુ કે અમેઠી અને રાયબરેલી સીટ કોંગ્રેસ પાર્ટી માટે છોડી દેવામાં આવી છે. ૭૬ સીટ પર બસપા અને સપા દ્વારા ચૂંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માયાવતી અને અખિલેશ યાદવે એ વખતે વહેલી તકે તેમના ઉમેદવારોના નામ જાહેર કરવાની વાત કરી હતી.
જો કે એક મહિના બાદ પણ સ્થિતી હાલમાં યથાવત છે. બંને પાર્ટીના કાર્યકરોને હજુ આ વાતની પણ ખબર નથી કે કેવા પ્રકારની તૈયારી તેમને કરવાની રહેશે. તેમના ઉમેદવાર ક્યાં ક્યાં રહેશે તેની તૈયારી કરી લેવામાં આવી છે. માયાવતી અને અખિલેશે કહ્યુ છે કે મોદી અને અમિત શાહની ઉંઘ હરામ આ ગઠબંધન કરી દેશે. જા કે વાસ્તવિકતા એ છે કે બંને પાર્ટીની તૈયારી હાલમાં દુવિધાભરી સ્થિતીમાં ચાલી રહી છે. તમામ અસમંજસની સ્થિતીમાં છે. તેમને ભય સતાવે છે કે તેમની સીટ સાથી પક્ષના ઉમેદવારની પાસે ન જતી રહે. જેથી તેમની પાંચ વર્ષની મહેનત પર પાણી ફરી શકે છે. ગઠબંધનમાં સીટોની ચિંતા કાર્યકરો હાલમાં ન કરે તે જરૂરી છે. ગઠબંધનને જીતાડવા માટેના પ્રયાસ હાલમાં જરૂરી છે. જા કે અખિલેશની આ વાતથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં.