સ્પીડટેસ્ટ કરનાર કરનારી કંપની ઉકલાએ ભારતના ૨૦ મોટા શહેરોમાં સૌથી ઝડપી ફિક્સ્ડ બ્રોડબેંડ સ્પીડની બાબતમાં ચેન્નાઇને પ્રથમ પાયદાન પર રાખ્યું છે. ચેન્નઇમાં ફિક્સ્ડ બ્રોડબેંડ પર ડાઉનલોડની સ્પીડ ૩૨.૬૭ એમબીપીએસથી વધુ છે, જે બાકીના ભારતમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડની સરખામણિમાં ૫૭.૭ ટકા ઝડપી છે. આ વિશ્લેષણ ફેબ્રુઆરી ૨૦૧૮માં સ્પીડટેસ્ટનો ઉપયોગ કરી મેળવાયેલા વાસ્તવિક ગ્રાહક-આરંભિક પરીક્ષણમા આંકડાઓ પર આધારિત છે. સંપૂર્ણ વિશ્લેષણ ઇંડિયાઝ ડિજીટલ ડિવાઇડઃ હાઉ ફિક્સ્ડ બ્રોડબેંડ સ્પિલિટ્સ ધ નેશન શીર્ષક હેઠળ ઉપલબ્ધ છે.
ચેન્નઇ સિવાય, અન્ય મહાનગરો જેવાકે દિલ્હી, બેંગલૂર, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં ફિક્સ્ડ ફિક્સ્ડ બ્રોડબેંડ સ્પીડ દેશની સરેરાશ ૨૦.૭૨ એમબીપીએસથી વધુ છે.
ફિક્સ્ડ બ્રોડબેંડ સ્પીડ તરીકે બીજા સ્થાન પર બેંગલૂર છે, જ્યાં ૨૭.૨ એમબીપીએસની સરેરાશ સ્પીડ નોંધવામાં આવી છે. તો દિલ્હી ૧૮.૧૬ એમબીપીએસ સરેરાશ સ્પીડની સાથે પાંચમાં સ્થાન પર રહ્યું. ચાર મુખ્ય મહાનગરોમાં મુંબઇ સૌથી નીચા સ્તર પર રહ્યું અને કુલ રેંકિંગમાં ૧૨.૦૬ એમબીપીએસની સરેરાશ ફિક્સ્ડ બ્રોડબેંડ સ્પીડની સાથે તે ૮માં સ્થાન પર રહ્યું.
ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી સ્પીડટેસ્ટ ગ્લોબલમાં ફિક્સ્ડ બ્રોડબેંડ ડાઉનલોડ સ્પીડની રીતે ભારત ૨૦.૭૦ એમબીપીએસની સરેરાશ સ્પીડની સાથે દુનિયામાં ૬૭માં સ્થાન પર છે. જો કે, જાન્યુઆરીની તુલનામાં તેની રેંકિંગમાં સુધારો આવ્યો છે. જાન્યુઆરીમાં ભારત ૬૫માં સ્થાન પર હતું.
આ સુધાર ઉકલાની ૨૦૧૭ના અંતમાં કરવામાં આવેલી જોહેરાતના અનુરૂપ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે ફિક્સ્ડ બ્રોડબ્રેંડ ડાઉનલોડ સ્પીડની બાબતમાં દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં સૌથી વધુ સુધારો નોંધવામાં આવ્યો છે.
જો કે, પટનામાં ફિક્સ્ડ બ્રોડબેંડ સ્પીડ બાકીના ભારતની તુલનામાં સૌથી ઓછી છે. આ ફિક્સ્ડ બ્રોડબેંડ ડાઉનલોડ સ્પીડ રાષ્ટ્રીય સરેરાશથી ૬૨.૪ ટકા ઓછી છે. પટના સિવાય કાનપુર, લખનઉ, પુણે અને નાગપુરમીં ડાઉનલોડ સ્પીડ તેમનાં સંબંધિત રાજ્યની સરખામણિમાં પણ ઘણી ઓછી છે.
રાજ્યના સ્તરે જોઇએ તો કર્ણાટકના લોકો ભારતમાં સૌથી ઝડપી સ્પીડનો આનંદ લઇ રહ્યાં છે અને ફેબ્રુઆરીમાં અહિં ડાઉનલોડ સ્પીડ ૨૮.૪૬ એમબીપીએસ રહી, જે બાકીના ભારતની સરેરાશ સ્પીડથી ૩૭.૪ ટકા વધુ છે. તમિલનાડુ ૨૭.૯૪ એમબીપીએસની સાથે બીજા સ્થાન પર રહ્યું છે. મિજોરમ આ બાબતમાં સૌથી પાછળ છે અને ફેબ્રુઆરી દરમિયાન અહિં ડાઉનલોડ સ્પીડ ૩.૬૩ એમબીપીએસ રહી, જે બાકીના ભારતની સરખામણીમાં ૮૨.૫ ટકા ઓછી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી ઝડપી બ્રોડબેંડ ડાઉનલોડ સ્પીડની બાબતમાં ટોચના પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં દક્ષિણ ભારતની ચાર રાજ્ય સમાવિષ્ટ છે, તો ટોચના દસ રાજ્યોમાં ઉત્તર ભારતના ચાર રાજ્ય સમાવિષ્ટ છે.
ગ્રાહકો પોતાના ડાઉનલોડ સ્પીડમાં ચાલુ સુધારને વેબ કે મોબાઇલ પર મફત સ્પીડ ટેસ્ટના માધ્યમથી ટ્રેક કરી શકે છે અને રાષ્ટ્રીય સ્તર પર સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇંડેક્સ પર ઉપલબ્ધ માસિક અપડેટથી ટ્રેક કરી શકે છે.