ફ્રેશવોટર એક્શન નેટવર્ક સાઉથ એશિયા. FANSA અને વિશ્વ યુવક કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે પાણી, સ્વચ્છતા અને હાઈજીન (WASH)ના વિષય ઉપર યુવાનો અને સમુદાયોને સશક્તિકરણ સારું નવી દિલ્હી ખાતે સાઉથ એશિયન કોન્ક્લેવનું આયોજન તા. 10 થી 14 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું છે. સાઉથ એશિયન કોન્ક્લેવમાં ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, માલદીવ્સ, શ્રીલંકા સહિતના વિવિધ દેશોમાંથી 150 થી વધુ સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે.
સાઉથ એશિયન કોન્ક્લેવનું ઉદ્ઘાટન ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી જી, કુરિયનના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટી ડો. મયુર જોષી ફેનસા ઇન્ડિયાના કો કન્વીનર તરીકે પણ કાર્યરત છે. ડો. મયુર જોષીએ “મુક્ત વાતો – યોગ્ય માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે ક્રિયાત્મક પગલાં” સત્રના અધ્યક્ષ તરીકે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન સારું સમાજમાં ફેલાયેલ કલ્પિત વાતો અને તેના દ્વારા પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. તેમના પેનલમાં ડો. નીલુ શ્રીવાસ્તવ, ડો. અરુંધતી મુરલીધરન, ડો શોભારાની અને મનીષ શર્મા સ્ત્રીઓને સાંજના માસિક દરમ્યાન થતી સમસ્યાઓ અને સમાજના વર્તન અને વ્યવહાર અંગેના તેમના અનુભવોની વાત કરી હતી.
કાર્યક્રમના અંતે ડો. મયુર જોષી ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સામાજિક અને ખાસ કરીને સ્વછતા અને આરોગ્યના ક્ષેત્રે કાર્ય કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ડો. મયુર જોષીએ ટિમ ઉદગમ અને ફેનસા ઇન્ડિયાના કન્વીનર ઉદયશંકર અને સમગ્ર ફેનસા અને વિશ્વ યુવક કેન્દ્રનો આભાર માન્યો હતો.