સાઉથ અભિનેત્રી નયનતારા વિગ્નેશ શિવન સાથે લગ્ન કરવા જઈ રહી છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સાઉથ ફિલ્મોની સુપરહિટ એક્ટ્રે્‌સ નયનતારા છેલ્લા કેટલાક સમયથી પોતાના લગ્નની વાતોને લઇને સતત ચર્ચામાં રહે છે. રિપોર્ટ છે કે, હવે એક્ટ્રેસ બહુ જલદી લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે. એક્ટ્રેસ છેલ્લા કેટલાય સમયથી ફિલ્મ નિર્માતા અને એક્ટર વિગ્નેશ શિવન ના પ્રેમમાં છે. 

અંગ્રેજી વેબસાઇટ પિન્કવિલાના એક રિપોર્ટ અનુસાર, વિગ્નેશ શિવન જલદી નયનતારા સાથે લગ્ન કરવાનો છે. સાઉથનુ આ કપલ આગામી મહિને ૯ જૂન ૨૦૨૨ એ લગ્ન કરી રહ્યું છે. એટલુ જ નહીં સમાચાર એવા પણ છે કે વિગ્નેશ શિવન અને નયનતારા તિરુમાલા તિરુપતિ મંદિરમાં લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યાં છે. 

રિપોર્ટમાં નજીકના સુત્રોના હવાલાથી બતાવવામાં આવ્યુ છે કે, બન્ને સ્ટાર્સના લગ્ન ઇન્ટીમેટ હશે. જાેકે, નયનતારા અને વિગ્નેશ શિવન બાદમાં ચેન્નાઇમાં લગ્નની ગ્રાન્ડ પાર્ટી આપશે, જેમાં ઇન્ડસ્ટ્રીના કેટલાય લોકો સામેલ થશે. રિપોર્ટ છે કે વિગ્નેશ શિવન અને નયનતારા પરિવારના સભ્યોની હાજરીમાં મંદિરમાં લગ્ન કરવાની તૈયારીમાં છે. 

ઉલ્લેખનીય છે કે નયનતારા અને વિગ્નેશ શિવન છેલ્લા કેટલાય સમયથી રિલેશનશીપમાં છે, અને ગયા વર્ષે સગાઇ પણ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે, નયનતારા આ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર એક્ટર અને કોરિયોગ્રાફર પ્રભુદેવા સાથે રિલેશનશીપમાં હતી, પ્રભુદેવા અને નયનતારાનુ અફેર એક સમયે ટૉક ઓફ ધ ટાઉન બની ચૂક્યુ હતુ.

Share This Article