સાઉથ એકટર પ્રભાસે ‘પઠાણ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મની ઓફર રિજેક્ટ કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બાહુબલિ ૨ની સફળતા પછી પ્રભાસ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહ્યા છે. એસ.એસ. રાજામૌલિએ ડાયરેક્ટ કરેલી ફિલ્મની સુપર સફળતાએ પ્રભાસને પાન ઈન્ડિયા સ્ટાર બનાવી દીધા હતા અને બોલિવૂડના મોટા ડાયરેક્ટર્સ તેમને બિગ બજેટ ફિલ્મો ઓફર કરી રહ્યા હતા. હિન્દી ઓડિયન્સમાં પોતાની લોકપ્રિયતા વધારવા માટે પ્રભાસે મુંબઈમાં પીઆર એજન્સીઓની મદદ લીધી હતી અને આદિપુરુષ જેવી ૬૦૦ કરોડની ફિલ્મ પણ કરી હતી. જો કે પ્રભાસની લોકપ્રિયતા વધી નહીં અને હિન્દી ફિલ્મના ઈતિહાસની ફ્લોપ ફિલ્મોમાં આદિપુરુષને સ્થાન મળ્યું છે. બોલિવૂડમાં મળી રહેલી પછડાટના પગલે પ્રભાસે હવે સાઉથની ફિલ્મો તરફ નજર દોડાવી છે અને બોલિવૂડથી દૂર રહેવાનો ર્નિણય કર્યો છે.  શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને ડાયરેક્ટ કરનારા સિદ્ધાર્થ આનંદ અને પ્રભાસ વચ્ચે બિગ બજેટ ફિલ્મની વાત ચાલતી હતી. પ્રભાસે ફિલ્મ સાઈન કરી ન હતી, પણ એક્ટર અને ડાયરેક્ટર વચ્ચે સંમતિ સધાઈ હતી. પ્રભાસે સિદ્ધાર્થ આનંદની ઓફર ફગાવી હોવાના રિપોર્ટ્‌સ છે.

ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલી આદિપુરુષની નિષ્ફળતા બાદ પ્રભાસે બોલિવૂડના કોઈ ડાયરેક્ટર સાથ કામ નહીં કરવાનો ર્નિણય લીધો છે. પ્રભાસે બોલિવૂડની કોઈ સ્ક્રિપ્ટને પણ નહીં સાંભળવાનું નક્કી કર્યું છે. તે હવે પૂરી રીતે તેલુગુ ફિલ્મો પર ધ્યાન આપવા માગે છે. પાન ઈન્ડિયા સ્ટાર તરીકે ઈમેજ ઊભી કરવાની ઈચ્છાને પણ પ્રભાસે ગુડબાય કરી દીધું છે.  રિપોર્ટ્‌સ મુજબ, આદિપુરુષની રિલીઝ પહેલા પ્રભાસે સિદ્ધાર્થ આનંદ સાથે ફિલ્મ કરવાની તૈયીર દર્શાવી હતી.

આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ બાકી હતી, પરંતુ આ એક્શન ફિલ્મને ઝડપથી ફ્લોર પર લઈ જવાનું નક્કી થયું હતું. પ્રભાસે આ પ્રોજેક્ટમાં પીછેહઠ કરી છે. પ્રભાસની આગામી ફિલ્મ સાલારને તેલુગુ ડાયરેક્ટર પ્રશાંત નીલે બનાવી છે, જે ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મથી પ્રભાસને કમબેકની આશા છે. ત્યારબાદ અમિતાભ બચ્ચન સાથેની કલ્કી રિલીઝ થશે.

Share This Article