ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીએ ટોસની પરંપરાને હટાવવી જોઇએ કે નહી તેને લઇને મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે તે ટોસને હટાવવાના પક્ષમાં નથી. આ બાબતે આઇસીસી સમિતી મુંબઇમાં બેઠક કરવાની છે.
વધુમાં ગાંગૂલીએ જણાવ્યું હતુ કે આ ચૂકાદાને અમલમાં મુકવામાં આવે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ અંગત રીતે તે આ નિર્ણયને સમર્થન આપતા નથી. ટોસની આ પરંપરા 1877થી ઇંગલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં શરૂ થઇ હતી.
ટોસની પરંપરામાં બે ટીમમાંથી ઘરેલૂ ટીમ ટોસ ઉછાળે છે. તેમાં જેના ફેવરમાં ટોસ આવે તે બેટીંગ કે બોલિંગ સિલેક્ટ કરી શકે છે.
આ બાબતે પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદનો મંતવ્ય સૌરવ ગાંગૂલીથી સાવ વિપરીત છે. તેમણે ક્રિકેટમાંથી ટોસની પરંપરાને હટાવવાના નિર્ણયને સમર્થન આપ્યુ હતુ.
હવે આ મહત્વનો નિર્ણય ક્યારે આવે છે અને શું આવે છે તે તો સમય જ બતાવશે.