“કોરોનાની ઓળખ કરવા માટે ગળામાં ખારાશ હવે મુખ્ય લક્ષણ”

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોવિડ-૧૯ના લક્ષણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. નવી સ્ટડી પ્રમાણે હવે તાવ કોવિડનો સૌથી સામાન્ય લક્ષણ નથી પરંતુ ગળામાં ખારાશ છે. આશરે ૧૭૫૦૦ લોકો પર કરવામાં આવેલા સ્ટડીના આંકડા અનુસાર ગળામાં ખારાશ હવે કોવિડ-૧૯ નું સૌથી પહેલું લક્ષણ બની ગયું છે. જોય કોવિડ અધ્યયન અનુસાર ત્યારબાદ માથાનો દુખાવો અને નાક બંધ થવુના લક્ષણ સૌથી વધુ જોવા મળી રહ્યાં છે. કોરોના મહામારીની શરૂઆતમાં તાવ હોવો કે ગંધની કમી જેવા લક્ષણ, વાયરસના સૌથી સામાન્ય લક્ષણ મનાતા હતા. હવે આ લક્ષણ સૌથી ઓછા રિપોર્ટ કરવામાં આવ્યા છે. નવા આંકડા અનુસાર કોઈ વ્યક્તિમાં કોરોનાની ઓળખ કરવા માટે ગળામાં ખારાશ હવે મુખ્ય લક્ષણ બની ગયું છે.

આ સ્ટડીમાં શરદી, કર્કશ અવાજ, છીંક, થાક અને માંસપેશીઓમાં દુખાવાને પણ સામાન્ય લક્ષણના રૂપમાં જણાવવામાં આવ્યા છે. અને આ વાઈરસને પોતાની ચાલાકી બતાવી છે. જોય હેલ્થ સ્ટડીના સહ-સંસ્થાપક અને મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર ટિમ સ્પેક્ટરે કહ્યુ કે વાયરસ વસ્તીમાં હવે મોટા પાયે છે. તેમણે કહ્યું કે જો તમને આ સમયે કોઈ શરદી જેવા લક્ષણ છે, તો તે ઠંડીના રૂપમાં કોવિડની સંભાવના છે. તેમણે કહ્યું કે ઘણા કોવિડ સહ-વેરિએન્ટ હજુ પણ અસ્તિત્વમાં છે, જેમ કે ઓમિક્રોન, વેરિએન્ટ  મ્છ.૨, મ્છ.૪ અને મ્છ.૫ વગેરે. પહેલા સંક્રમિત થનારા લોકોને પણ તે ફરી તેની ઝપેટમાં લઈ શકે છે.

તો ડબ્લ્યૂએચઓના વિશેષ દૂત ડો. ડેવિડ નાબરોએ કહ્યુ કે કોવિડ-૧૯ સતત વિકસિત થઈ રહ્યો છે અને ખુબ ચાલાક થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ વાયરસ સતત વિકસિત થવા અને બદલવામાં સક્ષમ છે. અને જો ધારોકે ટોપ પાંચ માં જો લક્ષણો આવે તો કઈક આ પ્રકારે આવે જેમાં તેમણે કહ્યું કે આ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને તોડી શકે છે, અને તેથી કેસમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સ્ટડી અનુસાર પાછલા સપ્તાહે ૧૭૫૦૦ લોકો પર કરવામાં આવેલા સર્વેમાં પાંચ લક્ષણ સૌથી ઉપર રહ્યાં છે- ગળામાં ખારાશ, માથામાં દુખાવો, બંધ નાક, ઉધરસ નહીં કફ, વહેતુ નાક. આ લક્ષણો બાદ અન્ય લક્ષણ મળી રહ્યાં છે.

Share This Article