WPL 2026: કોણ છે ગુજરાતની 36 વર્ષીય ખેલાડી? જેણે ગુજરાત જાયન્ટ્સની પહેલી ત્રણ મેચમાં ભુક્કા કાઢી નાખ્યાં

Rudra
By Rudra 3 Min Read

નવી મુંબઈ: ગુજરાત જાયન્ટ્સની સિનિયર ઓલરાઉન્ડર પ્લેયર સોફી ડિવાઇનએ સ્પષ્ટ વાતચીત, સ્થાનિક પ્રતિભામાં વિશ્વાસ અને તમામ સ્તરે નેતૃત્વના મહત્વ પર ભાર મૂક્યો છે, કારણ કે ટીમ તેના વુમન્સ પ્રીમિયર લીગ 2026 ના અભિયાનને યથાવત્ રાખ્યું છે.

ડિવાઇનની સિઝનની શરૂઆત મજબૂત થઈ છે, તેણે જાયન્ટ્સની પ્રથમ ત્રણ મેચમાં 141 રન બનાવ્યા અને સાથે પાંચ વિકેટ પણ લીધી છે, તેણે બેટ અને બોલ બંનેથી મહત્વપૂર્ણ ક્ષણોમાં યોગદાન આપ્યું છે.

પોતાની બેટિંગ શૈલી વિશે વાત કરતા, 36 વર્ષીય ખેલાડીએ કહ્યું કે , “મારા માટે, સિધ્ઘીઓ એટલી મહત્વપૂર્ણ નથી જેટલા ટીમને જીતાડવા માટે મજબૂત સ્થિતિમાં બનાવવી. ધીમી ગતિએ અને સ્કોર માટે રમવાનો કોઈ અર્થ નથી; તે પરિસ્થિતિમાં ટીમ માટે જે શ્રેષ્ઠ છે તે કરવુ મહત્વપૂર્ણ છે.”

મેચની પરિસ્થિતિઓ અને ટીમમાં તેની ભૂમિકા વિશે બોલતા, ડિવાઇને કહ્યું, “આ પ્રકારની સ્પર્ધામાં અને આ પ્રકારની વિકેટ પર, તમારે ક્યારેક બાઉન્ડ્રી ગુમાવવી પડે છે. મહત્વનું એ છે કે તમે કેવી રીતે પ્રતિક્રિયા આપો છો. પછી ભલે તે બેટથી હોય કે બોલથી, તમારે શાંત રહેવુ, તમારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખવુ અને જ્યારે ટીમને જરુર પડે ત્યારે યોગદાન આપવાનું હોય છે.”

ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં સ્થાનિક પ્રતિભાના મહત્વ પર બોલતા, ડિવાઇને કહ્યું કે, “ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં, તે ઘરેલું ખેલાડીઓ છે જે વાસ્તવિક અસર લાવે છે. વિદેશી ખેલાડીઓ એકબીજાને સંતુલિત કરે છે; ફક્ત સ્થાનિક ખેલાડીઓ જ મેચ વિનર બની શકે છે.”

ગુજરાત જાયન્ટ્સ ટીમમાં કાશ્વી ગૌતમ અને આયુષી સોની જેવા યુવા ખેલાડીઓના વિકાસ પર વાત કરતાં, ન્યુઝીલેન્ડની ઓલરાઉન્ડરે કહ્યું, “આ ટુર્નામેન્ટની સૌથી સારી વાત એ છે કે, દરેક વ્યક્તિ અહીં શીખવા માટે છે. ફક્ત અનુભવી ખેલાડીઓ જ જ્ઞાન આપી શકે એવું નથી; આ બંને રીતે થઈ શકે છે. આમાંના ઘણા ખેલાડીઓએ ભારતીય પરિસ્થિતિઓમાં મારા કરતા વધુ સારુ ક્રિકેટ રમે છે.”

ટુર્નામેન્ટમાં કાશ્વીના પ્રદર્શન પર પ્રકાશ પાડતા, ડિવાઇને કહ્યું, “કાશ્વી જેવા ખેલાડીઓને દબાણ હેઠળ રમવાનું શીખતા અને દરેક મેચ સાથે સુધારો કરતા જોવાનું ખરેખર રોમાંચક છે. આ તે જગ્યા છે જ્યાં આ સ્પર્ધાઓ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે; ખેલાડીઓને મોટી ક્ષણોનો અનુભવ થાય છે અને ઝડપથી શીખે છે.”

રેણુકા સિંહના પ્રભાવ વિશે વાત કરતા, ડિવાઇને કહ્યું, “રેણુકા વિશ્વ કક્ષાની ખેલાડી છે. તે નવા બોલ અને પ્રેશર ઓવરમાં અપાર નિયંત્રણ અને સ્પષ્ટતા લાવે છે. જ્યારે તમારી પાસે તેના જેવી કોઈ વ્યક્તિ છે જે મેચમાં આક્રમણનું નેતૃત્વ કરે છે, ત્યારે તે બાકીની બોલિંગ ટીમને ઘણો આત્મવિશ્વાસ આપે છે. તે શાંત છે, તેની યોજનાઓને તે ખૂબ સારી રીતે સમજે છે, અને અમારા માટે એક મોટી સંપત્તિ સમાન રહી છે.”

ગુજરાત જાયન્ટ્સ ટુર્નામેન્ટમાં આગળ વધતાં સંયમ જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જેમાં સાોફી ડિવાઇન મેદાનમાં અને મેદાનની બહાર મુખ્ય નેતૃત્વની ભૂમિકા ભજવશે.

Share This Article