સૂરજ પંચોલી પોતાની અપકમિંગ ફિલ્મ “સેટેલાઈટ શંકર”ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિલ્મ “સેટેલાઈટ શંકર” અપકમિંગ બોલીવડ ફિલ્મ છે, જેમાં સૂરજ પંચોલી અને મેઘા આકાશ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મ વિશે વાત કરવા માટે અભિનેતા સૂરજ પંચોલી અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમણે પોતાની ફિલ્મ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી. આ ફિલ્મ ભારતીય સૈનિકોના જીવન પર આધારિત છે જેમાં એક ભારતીય સૈનિકના જીવનની વાર્તા દર્શાવવામાં આવી છે.

‘લાઈફ ઈઝ અ જર્ની વિથ વન પર્ફેક્ટ એન્ડ’ અને ‘ધ બિગિનિંગ ઓફ એન એક્સ્ટ્રાઓર્ડિનરી જર્ની’ જેવી ટેગલાઈન્સ ધરાવતી આ ફિલ્મ આ ફિલ્મ એક રોડ મુવી હશે, જેનું શૂટિંગ ભારતનાં દસ રાજ્યોમાં થયું છે. ફિલ્મના ડિરેક્ટર છે ઈરફાન કમાલ.  આ ફિલ્મ 8 નવેમ્બર, 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.

પોતાની ફિલ્મ વિશે વાત કરતાં, સૂરજ પંચોલીએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ એ સંપૂર્ણ એક્શન ફિલ્મ નથી, પરંતુ એક ઈમોશનલ કનેક્ટ કરવતી ફિલ્મ છે. જેમાં સૈનિકને રજા જોઈતી હોય છે, તે સમયના જીવનના દરેક પાસાઓ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યાં છે. મારી ફિલ્મ હીરોના 3 વર્ષ બાદ હું આ ફિલ્મ કરી રહ્યો છું, જેમાં હું એક આર્મી ઓફિસરની ભહોમિક ભજવી રહ્યો છું.”

Share This Article