અમદાવાદ શહેરના વર્ષો જૂના એવા ખોખરા રેલવે ઓવરબ્રિજને સંપૂર્ણ તોડીને નવો સિક્સ લેન બ્રીજ બનાવવાની વિચારણા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલે કહ્યું કે, ‘કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ વિસ્તરણના પ્લાન અને ડીઝાઇનને રેલવે વિભાગે મંજૂરી આપી દીધી છે.’તેમણે વધુમાં કહ્યું કે, ‘આ બ્રિજ પર ટ્રાફિક વધુ હોવાના કારણે જૂનો બ્રિજ ખૂબ જ નાનો પડતો હતો જેના કારણે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
AMCના અધિકારીઓએ કહ્યું કે, ‘ટૂંક સમયમાં જ વાહનોની અવરજવર બંધ કરવા માટે નોટિફિકેશન ઈશ્યુ કરવામાં આવશે. ટુ લેન ઓવરબ્રિજના વિસ્તરણથી રેલવે વિભાગને પણ ફાયદો થશે કેમ કે તેઓ પોતાના ટુ લાઇન ટ્રેકને વિસ્તાર કરીને ત્રીજી લાઇન નાખવાનું વિચારી રહ્યા છે.
’રેલવે અધિકારીઓએ કહ્યું કે, ‘ઓવર બ્રિજ નીચેનો વિસ્તાર ખૂબ જ નાનો અને સાંકડો હતો. જેના કારણે AMC પુલ વિસ્તરણની પ્રપોઝલ મુકી કે તરત જ રેલવે વિભાગ આ બાબતે સહમત થઈ ગયો.’ ઓવરબ્રિજમાં બાંધકામમાં ટ્રેક ઉપર આવતો પુલનો ભાગ ભારતીય રેલવે બનાવશે જ્યારે બાકીનો ભાગ AMC બનાવશે.