સોની સબ પર ૨૭ ફેબ્રુઆરીથી રજૂ થવા જઇ રહેલો ટેલિવિઝનનો અત્યંત વહાલો શો સાત ફેરોં કી હેરા ફેરી અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી વૈવાહિક કોમેડી છે!
પુરુષો મંગળ ગ્રહ પરથી આવ્યા છે અને સ્ત્રીઓ શુક્ર ગ્રહ પરથી આવી છે એવી એક વિખ્યાત ઉક્તિને આધારે આ શો સ્ત્રી- પુરુષની ભૂમિકાઓ અને મતભેદોને લીધે વૈવાહિક દંપતીના રોજબરોજના જીવનમાં ઉદભવતી વિવિધ હાસ્યસભર પરિસ્થિતિઓ પ્રદર્શિત કરે છે.
ઉપનગરીય મુંબઈની પાર્શ્વભૂમાં આ શોની વારતા બે પાડોશીઓ ટંડન અને દેસાઈ પરિવારના જીવન ફરતે વીંટળાયેલી છે. ભૂપી ટંડનની ભૂમિકા શેખર સુમન ભજવી રહ્યો છે, જે ૫૦ વર્ષ આસપાસનો છે અને પુરુષો જ ઘરના રાજા હોય છે એવું માને છે અને પત્ની પર વર્ચસ જમાવવાનું તેને ગમે છે. તેની પત્ની નીતુ ધાર્મિક પારંપરિક સ્ત્રી, વહાલી માતા અને સંભાળ રાખનારી પત્ની છે. નીતુની ભૂમિકા ગિફ્ટેડ સ્વાતિ શાહે ભજવી છે.
તેમના યુવા પાડોશીઓ અને ફ્રેન્ડ્સ એટલે વધુ એક વૈવાહિક દંપતી પરિમલ અને રૂપલ દેસાઈ છે. પરિમલની ભૂમિકા અમિત મિસ્ત્રીએ ભજવી છે, જે ભૂપીથી સંપૂર્ણ વિરુદ્ધ છે અને પત્નીથી ડરનારો પ્રાણી છે. પરિમલ બ્રોકિંગ કંપનીમાં મેનેજર છે અને હંમેશાં શેરબજારની લેણદેણમાં પરોવાયેલો હોય છે. અમી ત્રિવેદીએ રૂપલની ભૂમિકા ભજવી છે, જે ધનાઢ્ય પરિવારની છે અને પોતાની જીવનશૈલી સુધારવા માટે તેને સારી લાગતી ચીજો સતત ખરીદી કરતી રહે છે, જ્યારે તેનો પતિ નિ:સહાય થઈને ખર્ચ કરતો રહે છે, જેને કારણે હંમેશાં ઈએમઆઈના બોજ હેઠળ દબાયેલો હોય છે.
આ કલાકારોમાં વધુ એક ઉમેરો ૨૫ વર્ષનો ગોલ્ડી શર્મા છે, જે નકામો રોમેન્ટિક છે. ગોલ્ડીની ભૂમિકા કેવિન ડેવે ભજવે છે, જે એકલો છે અને હંમેશાં પયણું પયણું કરે છે. તે દરેક સામે આવતી છોકરીમાં પોતાની સપનાની રાણી જુએ છે. જોકે એકાગ્રતા અને ગંભીરતાને અભાવે તેણે પસંદ કરેલી બધી છોકરીઓ તેને તરછોડી દે છે.
રૂપલની ભૂમિકા ભજવતી અમી ત્રિવેદીએ અમદાવાદ મુલાકાત વિશે અત્યંત રોમાંચિત થતાં જણાવ્યું હતું કે અમદાવાદ એટલે મારે માટે ઘરવાપસી જેવું છે. મારા વાલી અને દાદા- દાદી અહીં રહે છે. હું ગુજરાતી છું અને જ્યારે પણ ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં આવું છું ત્યારે ઘરવાપસી જેવું લાગે છે. આ વખતે હું મારા શોના પ્રમોશન અને મારા ચાહકોને મળવા માટે અમદાવાદમાં આવી છું.
નીતુ ટંડનની ભૂમિકા ભજવતી સ્વાતિ શાહ કહે છે, અમદાવાદ મારે માટે પણ ઘરવાપસી જેવું છે. હું ગુજરાતી છું, જેથી અમદાવાદ મારે માટે મારા વિસ્તારિત પરિવાર જેવું છે. મને મારા નવા શોના પ્રમોશન માટે મારા શહેરની મુલાકાત લેવાનો મોકો મળ્યો તે બદલ બેહદ ખુશી છે.
સાત ફેરોં કી હેરા ફેરી ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૮થી સોમવારથી શુક્રવાર, રાત્રે ૨૧.૩૦ કલાકે સોની સબ ચેનલ પર રજૂ થશે.