મુંબઈ : બોક્સ ઓફિસ પર સફળતા બાદ સોનુ સૂદની બહુપ્રતિક્ષિત દિગ્દર્શકીય શરૂઆત ફતેહ હવે ખાસ જિયોહોટસ્ટાર પરથી પ્રસારિત થઈ રહી છે. આ એકશનસભર થ્રિલર સાઈબર ગુનાની અંધકારમય દુનિયામાં ડોકિયું કરાવે છે, જેનાં દિલધડક દ્રશ્યો દર્શકોને જકડી રાખશે. મુખ્ય ભૂમિકામાં સોનુ સૂદ સાથે અન્ય પ્રતિષ્ઠિત કલાકારોમાં નસીરૂદ્દીન શાહ, જેકલીન ફરનાન્ડીસ અને વિજય રાજનો સમાવેશ થાય છે.
સોનુ સૂદ દ્વારા દિગ્દર્શિત, શક્તિ સાગર પ્રોડકશન્સ અને ઝી સ્ટુડિયોઝના બેનર હેઠળ સોનાલી સૂદ અને ઉમેશ કેઆર બંસલ દ્વારા નિર્મિત આ ફિલ્મ માજી વિશેષ પોલીસ અધિકારી ફતેહ સિંહ (સોનુ સૂદ) ફરતે વીંટળાયેલી વાર્તા છે, જે ભૂતકાળને પાછળ છોડીને પંજાબમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો છે. જોકે ગામની છોકરી નિમ્રત કૌર રઝા અને સત્ય પ્રકાશની આગેવાની હેઠળની ક્રૂર સાઈબર ગુનાની સિન્ડિકેટનો ભોગ બને છે ત્યારે ફતેહ નિવૃત્તિમાંથી બહાર આવવા માટે મજબૂર બને છે. એથિકલ હેકર ખુશી શર્મા (જેકલીન ફરનાન્ડીસ) સાથે મળીને તે સાઈબર માફિયાઓનો પર્દાફાશ કરવા અને નિમ્રતને બચાવવા માટે સઘન, એકશનસભર મિશન પર નીકળી પડે છે. તે ડિજિટલ દુનિયાના ઊંડાં મૂળિયાં ધરાવતા ખતરાને તોડી પાડવાનું લક્ષ્ય ધરાવે છે.
ફતેહની મુખ્ય ભૂમિકા ભજવતો દિગ્દર્શિક અને અભિનેતા સોનુ સૂદ કહે છે, “ફતેહનું પાત્ર ભજવવા સાથે દિગ્દર્શનમાં પદાર્પણ પડકારજનક અને રોમાંચક એમ અતુલનીય પ્રવાસ છે. મને હંમેશાં એકશન માટે ઘેરો પ્રેમ રહ્યો છે અને મારા ચાહકોને પણ તે જોવાનું ગમે છે તે જોઈને અદભુત લાગે છે. ફતેહ સાથે અમે આ બાબતોને નવી ઊંચાઈએ લઈ જવા માગતા હતા. આ ફક્ત સાઈબર ગુનાની વાત નથી, પરંતુ તે ઉચ્ચ ઊર્જા, એકશનસભર સવારી છે. અભિનય અને દિગ્દર્શન વચ્ચે સંતુલન જાળવવું તે નિશ્ચિત જ શીખવાનો અનુભવ છે, જેમાં સતત કેમેરાની સામે પરફોર્મ કરવું અને તેની પાછળની ક્રિયાત્મકતાનું ધ્યાન રાખવા વચ્ચે ભૂમિકા સતત બદલવી પડે છે. જોકે આવી અદભુત ટીમ જોડે હોવાથી મારા બધા પ્રયાસો સહજ બની ગયા. હું બધા જ જિયોહોટસ્ટાર પર ફિલ્મ જુએ અને અમે આ વાર્તાને જીવંત કરવા માટે લાવ્યા તે રોમાંચ મહેસૂસ કરે તે જોવા ઉત્સુક છું.’’
ખુશી શર્માની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જેક્લીન ફરનાન્ડીસ પ્રોજેક્ટ વિશે રોમાંચ વ્યક્ત કરતાં કહે છે, “ફતેહનો હિસ્સો બનવું તે ઉત્તમ અનુભવ રહ્યો છે. સાઈબર ગુના સમાજ માટે ખતરો છે અને આ મુદ્દા વિશે વધુ જાગૃતિ જરૂરી છે. સોનુ અસલ કલાકાર છે અને ખરેખર મજબૂત ટીમને એકત્ર લાવી દીધી હોવાથી જીવનનો તેનો ધ્યેય લાવવામાં મદદ મળી છે વાર્તા, એકશન અને ભાવનાઓ અત્યંત શક્તિશાળી છે. હું બધા જ જિયોહોટસ્ટાર પર તે જુએ અને આ પ્રવાસનો હિસ્સો બને તે જોવા ઉત્સુક છું!’’