આજે સોનિયા ગાંધી એક રેલી ને સંબોધતા કર્ણાટકના બિજાપુરમાં ભારતીય જાણતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કાર્ય હતા. તેઓ બે વર્ષ પછી ઈલેક્શન રેલીને સંબોધિત કરતા હતા ત્યારે તેઓ દ્વારા પ્રધાન મંત્રી ઉપર ઐતિહાસિક તથ્યોને મિટાવી અને રાજકારણ માટે ઐતિહાસિક હીરોના નામનો ઉપયોગ કરવામાં આવે છે તેવો આરોપ મુક્યો હતો.
કર્ણાટકમાં ચૂંટણીના માહોલ માં ગરમાગરમી અત્યારે ખુબ વધી ગઈ છે ત્યારે પ્રધાન મંત્રી દ્વારા કરેલું નિવેદન પણ ચર્ચામાં રહ્યું હતું જેમાં તેઓ દ્વારા કહેવા માં આવ્યું હતું કે ” કોંગ્રેસના નેતાઓને પણ હવે લાગવા માંડ્યું છે કે પુત્ર ( રાહુલ ગાંધી ) હવે તેમની પાર્ટી ને મદદ કરી શકે તેમ નથી, મેં કોંગ્રેસી નેતાઓના ઇન્ટરવ્યૂ જોયા છે, અને તે કારણથી જ હવે માતા (સોનિયા ગાંધી) ને બોલાવવામાં આવ્યા છે જેથી બધા કેન્ડિડેટ ની સિક્યુરિટી ડિપોઝીટ બચાવી શકાય”
આ બધા આરોપો અને આક્ષેપોની અસર કર્ણાટક ની પ્રજા ઉપર કેવી થાય છે તેનો જવાબ તો આવનારો સમય અને ચૂંટણીનું પરિણામ બતાવશે