સોનિકના બિટ્ટૂએ અમદાવાદના કેલૉર્ક્સ ઑલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ અને લાલજી મહેતા લાયન્સ સ્કૂલના બાળકો સાથે કરી મુલાકાત

Rudra
By Rudra 3 Min Read

આ ફ્રેન્ડશિપ ડે પર સોનિકે એક સીમ્પલ ‘હેલો’ને બદલી નાખી એવી યાદગાર દોસ્તીમાં કે જેને બાળકો કદી ભૂલી નહીં શકે! ચેનલના સપ્તાહભર ચાલેલા ઉજવણીના ભાગરૂપે, બિટ્ટૂ બહાનેબાજે અમદાવાદના હજારથી વધુ બાળકોને આપ્યો સરપ્રાઇઝ અને પોતાના ઓળખીતા હ્યુમર અને શરારતભર્યા અંદાજથી સમગ્ર શહેરમાં ખુશીની લહેર ફેલાવી દીધી. સોનિકની ખાસ ‘ટોસ્ટ યોર દોસ્ત’ પહેલ હેઠળ ઉજવાયેલા આ દિને મસ્તીભર્યા અને યાદગાર પળો ભેટમાં મળ્યા, જેમણે દોસ્તીની સાચી સમજણ ખૂબ જ હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી.

બિટ્ટૂની આ યાત્રાના સૌથી અનોખા અને પ્યારાભર્યા પડાવમાં શામેલ રહ્યા કેલૉર્ક્સ ઑલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ અને લાલજી મહેતા લાયન્સ સ્કૂલ, જ્યાં બાળકોે તાળી, હાસ્ય અને ખુલ્લા દિલથી પોતાના નવા દોસ્તનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યાં બાળકોને પોતાની હાથે બનાવેલા ખાસ ફ્રેન્ડશિપ બેન્ડ્સ બિટ્ટૂને પહેરાવવાનો મોકો મળ્યો. આ રીતે, ખૂબ જ નિખાલસ અંદાજમાં તેમની દોસ્તી પાકી બની!

આ જશ્નમાં વધુ રંગ ભર્યા ટોસ્ટ યોર દોસ્ત કાર્ડ્સે – જે સાચા દોસ્તોની વચ્ચેની અંદરની વાતો અને મઝેદાર લમ્હોને આપી રહ્યા હતા એક ક્રિયેટિવ ટ્રીબ્યુટ. દરેક બાળકે પોતાના સૌથી સ્પેશિયલ દોસ્ત માટે પસંદ કર્યું એક ખાસ એવોર્ડ – જેમ કે ગેમર ફ્રેન્ડ એવોર્ડ, લેટ લતીફ એવોર્ડ, ભુક્કડ ફ્રેન્ડ એવોર્ડ, સ્પોર્ટી ફ્રેન્ડ એવોર્ડ અને વધુ ઘણાં – બધા નીકટૂન્સ તરફથી પ્રેમપૂર્વક તૈયાર કરાયેલા. આ દિવસ સાચે એ દોસ્તોને સમર્પિત રહ્યો કે જેઓ રોજિંદા પળોને ખાસ બનાવી દે છે.

કેલૉર્ક્સ ઑલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના હેડ અંકુર ઉપાધ્યાયે કહ્યું, “મારા માટે સૌથી ખાસ વાત એ રહી કે બધાંજ બાળકો તરત બિટ્ટૂ સાથે જોડાઈ ગયા. એક એવી દુનિયામાં જ્યાં મોટાભાગની વસ્તુઓ વર્ચ્યુઅલ બની ગઈ છે, ત્યાં બાળકો સાથે આવો સીધો અને ભાવસભર સંપર્ક અત્યંત મહત્વનો બને છે. દોસ્તીને આવી રીતે ઉજવવું એક તાજગીભર્યું અનુભવ રહ્યું.”

લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની પ્રિન્સિપલ શ્રીમતી રંજનાબેન મન્દને કહ્યું, “નિક અને સોનિક હંમેશાં બાળકો માટે કંઈક એવું લઈને આવે છે જે હ્રદયને સ્પર્શી જાય. આ અનુભવ પણ કંઈ જુદો નહોતો. જ્યારે બિટ્ટૂ સ્કૂલે આવ્યા ત્યારે બાળકોનો ઉત્સાહ જોઇને દિલ ગદગદ થઈ ગયું. બાળકોને બિટ્ટૂને ફ્રેન્ડશિપ બેન્ડ પહેરાવતા, સાથે હસતા-રમતતા અને પોતાના દોસ્તોની ઉજવણી કરતાં જોવું બહુજ ભાવનાત્મક પળ રહી. આ ફ્રેન્ડશિપ ડેને ઉજવવાનો એકદમ પરફેક્ટ રીત હતી.”

બિટ્ટૂ બહાનેબાજના દિલમાં એક સરળ સમજણ વસે છે – આપણામાંથી દરેકમાં ક્યાંક થોડોક બિટ્ટૂ છુપાયેલો છે! પોતાનાં તેજસ્વી દિમાગ અને ભરપૂર કલ્પનાશક્તિ સાથે બિટ્ટૂ એક એવી દુનિયામાં જીવે છે જ્યાં નિયમો થોડા ફ્લેક્સિબલ હોય છે અને દરેક મુશ્કેલીનો ઉકેલ મઝેદાર હોય છે. દેશભરના બાળકોના દિલ જીતી રહેલા બિટ્ટૂના આ લોકપ્રિય જશ્નની ગુંજ હવે માત્ર અમદાવાદ સુધી સીમિત નહીં રહે. સોનિક હવે આ પહેલને ગુજરાત, મહારાષ્ટ્ર અને બીજા અનેક રાજ્યો સુધી લઈ જઈ રહ્યો છે – જેથી દોસ્તીની આ મીઠાશ હજી દૂર સુધી ફેલાઈ શકે – મોંઘી સ્મિતોથી, યાદગાર કિસ્સાઓથી અને અનમોલ પ્રેમથી ભરેલી સાચી દોસ્તી, જે હંમેશાં યાદ રહે.

જુઓ ‘બિટ્ટૂ બહાનેબાજ’, સોમવારથી શુક્રવાર, સાંજના ૭ વાગે, ફક્ત સોનિક પર.

Share This Article