સોનમ થઇ ટ્રોલ..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડ સ્ટાઇલ આઇકોન સોનમ કપૂર હાલ ચર્ચામાં છે. પહેલા તેના મિત્ર સાથે લગ્ન કરવાની ખબરથી અને બાદમાં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં માહિરા ખાનને મળી તે ખબર પણ ખૂબ ચર્ચામાં રહી હતી. હવે સોનમે જ્યારે આનંદ આહુજા સાથે લગ્ન કરી જ લીધા છે ત્યારે તેણે સોશિયલ મિડીયા પર પોતાનું નામ બદલીને સોનમ કપૂર આહુજા કરી દીધુ હતુ.

સોનમ આ વાતને લઇને ખૂબ ટ્રોલ થઇ હતી. લોકોએ તેને કહ્યું હતુ કે પોતાને ફેમિનિસ્ટ કહેનારી સોનમ હવે કેમ પોતાના પતિના નામનો સહારો લે છે. શો કારણથી તેણે આહુજા સરનેમ લગાવી છે. આવા ટ્રોલિંગ બાદ સોનમે એક પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપ્યો હતો કે હા તે ફેમિનિસ્ટ છે પરંતુ આહુજા સરનેમ લગાવવી તે તેનો પોતાનો નિર્ણય હતો. કોઇએ તેના માથા ઉપર ગન રાખીને નહોતુ કહ્યું કે તે સરનેમ ચેન્જ કરે. કપૂર પણ તેના પિતાની સરનેમ છે, અને તે પણ એક પુરુષ જ છે છતાં તેણે પોતાના નામ પાછળ કપૂર લગાવ્યું જ છે. તેણે સોશિયલ મિડીયા પર નામ બદલ્યુ કારણકે તેને એવું લાગે છે કે તે સોશિયલ મિડીયા પર સ્વતંત્રતાથી લખી શકે છે.

સોનમની સાથે આનંદે પણ પોતાનું નામ બદલ્યું છે. આનંદ હવે આનંદ એસ આહુજા છે. કોઇ તે વાતને હાઇલાઇટ કેમ નથી કરી રહ્યું. આનંદે સોનમના નામનો એસ પોતાના નામ પાછળ લગાવ્યું છે. ફક્ત સ્ત્રીઓ જ કેમ પોતાના પતિનું નામ નામ પાછળ કેમ લગાવે.

સોનમે 8 મેના રોજ પોતાના મિત્ર આનંદ આહુજા સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ સોનમ હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં દેખાઇ હતી.

Share This Article