સોનમ કપૂર અને આનંદ અહૂજા આજે લગ્નનાં તાંતણે બંધાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનો વિષય બનેલી સોનમ આજે પરણવા જઈ રહી છે. છેલ્લા દસેક દિવસથી બોલિવુડમાં કોઈ પણ વાતની ચર્ચા થઈ રહી હોય તો તે છે સોનમ કપૂરનાં લગ્ન. સોનમનાં લગ્નની પ્રિવેડિંગ રસમનાં ફોટા અને વિડીયો તમને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર જોવા મળશે. ખબરપત્રીમાં પણ આપ સોનમનાં વેડિંગની અપડેટ મેળવતા રહેશો.

sk kp

બોલિવુડની આ હાઈપ્રોફાઈલ વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા અડધુ બોલિવુડ ઉમટી પડ્યું છે. તેમાં કપૂર પરિવારનાં સભ્યો મનિષ મલ્હોત્રાનાં પેસ્ટલ કલર આઉટફીટ્સમાં જોવા મળી રહ્યાં છે. સોનમ કપૂરનો વેડિંગ ડ્રેસનો આ ફર્સ્ટ લૂક અહીં જોવા મળશે. સોનમ કપૂર અને આનંદ અહૂજાનાં લગ્ન મુંબઈમાં સોનમનાં આન્ટી કવિતા સિંઘનાં બાન્દ્રાનાં હેરિટેજ બંગલોમાં થઈ રહયાં છે. લગ્નની તમામ વિધિ સિંધી રીતી રીવાજ પ્રમાણે થશે. લગ્ન બાદ અહૂજા અને કપૂર ફેમિલી મુંબઈની ધ લીલા હોટેલમાં  ગ્રાન્ડ રિસેપ્શન આપશે.

Share This Article