સોનમ કપૂર બોલિવુડન ફેશનિસ્ટા છે. સ્ટાઇલ આઇકન સોનમ કપૂર લગ્ન બાદ ઘણી જ ચર્ચામાં છે. 8 મેના રોજ સોનમ કપૂરે આનંદ આહુજા સાથે લગ્ન કર્યા. સોનમ કપૂર એક યુથ આઇકન છે. લગ્નના આમંત્રણ પત્રિકાથી લઇને તેના કપડા અને મંગળસૂત્રને લઇને સોનમ ચર્ચામાં રહી. હાલમાં જ સોનમ તેના મંગળસૂત્રને લઇને ટ્રોલ થઇ છે.
‘વિરે દી વેડિંગ’ ફિલ્મના પ્રમોશમાં વ્યસ્ત સોનમ એક પ્રમોશન ઇવેન્ટમાં હાજરી આપવા ગઇ હતી. જ્યાં તેણે મંગળસૂત્ર ગળાની જગ્યાએ હાથમાં પહેર્યું હતું. આ જોઇને લોકો ખૂબ ભડક્યા હતા. સોશિયલ મિડીયા પર આ વાતને લઇને સોનમ કપૂર ખૂબ ટ્રોલ થઇ હતી. લોકોએ સોનમને કહ્યું હતુ કે આ ભારતીય સભ્યતાનું અપમાન છે. લગ્નની પવિત્રતાનું પણ સોનમ અપમાન કરી રહી છે.
ફેશન કરવી અને નવો બેંચમાર્ક સેટ કરવો તે અલગ બાબત છે, પરંતુ આ રીતે ભારતીય સભ્યતાનું અપમાન કરવું તે યોગ્ય નથી. મંગળસૂત્ર એ સુહાગની નિશાની માનવામાં આવે છે. તેને જ આવી રીતે અપમાનિત કરવું તે શરમજનક બાબત છે. સોનમ ભલે એક્ટ્રેસ રહી પરંતુ તેને ભારતીય સભ્યતાને લાંછન લાગે તેવું કામ ના કરવું જોઇએ.